Tuesday, October 31, 2017

સિંહણનાં સકંજામાં ફસાયેલા યુવકને આ રીતે ભેંસોનાં ટોળાએ બચાવ્યો

Bhaskar News, Khambha | Last Modified - Oct 08, 2017, 11:35 AM IST
યુવક પર સિંહણના હુમલાની આ ઘટના ખાંભા તાબાના ભાણીયા ગામે બની હતી
યુવક પર સિંહણના હુમલાની આ ઘટના ખાંભા તાબાના ભાણીયા ગામે બની હતી.
ખાંભા: ખાંભા તાલુકાના ભાણીયા ગામ પાસે આવેલ રેબડીનેસમાં એક માલધારી પોતાની ભેંસો લઇને ચરાવી રહ્યાં હતા ત્યારે અચાનક એક સિંહણ ધસી આવી હતી અને માલધારી યુવક પર હુમલો કરી ઘાયલ કરી દેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા.

યુવક પર સિંહણના હુમલાની આ ઘટના ખાંભા તાબાના ભાણીયા ગામે બની હતી. અહી વિક્રમભાઇ બાલાભાઇ ભુવા (ઉ.વ.20) નામના માલધારી શનિવારે સવારે 8 થી 9 વાગ્યાની આસપાસ પોતાની ભેંસો લઇને ચરાવવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક સિંહણ અને તેનું બચ્ચુ આવી ચડ્યુ હતુ. માલધારી યુવક પોતાની ભેંસો સહિત જઇ રહ્યો હતો. આ દરમીયાન સિંહણે માલધારી યુવક પર જાનલેવા હુમલો કર્યો હતો.

જેમાં માલધારી યુવકને ડાબા સાથળના ભાગે સિંહણે 2 દાઢ બેસાડીને ઇજાઓ પહોચાડી હતી. આ દ્રશ્ય જોઇને ચાર ભેંસોનું ટોળુ અહી આવી ચડ્યુ હતુ. અને માલધારી યુવકને સિંહણના મુખમાથી બચાવ્યો હતો. તેમજ ભેંસો અને સિંહણ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ પરંતુ અહીથી સિંહણ ઉભી પુછડીએ પોતાના બચ્ચા સાથે ભાગી ગઇ હતી.

No comments: