Tuesday, October 31, 2017

અમરેલીઃ મજુરી કરતી મહિલાનું મોત, પતિ અને વનતંત્રના નિવેદનથી સર્જાયુ રહસ્ય

Jaydev Varu, Amreli | Last Modified - Oct 05, 2017, 08:45 PM IST
આ બનાવ અંગે ઘેરૂ રહસ્ય સર્જાયુ છે કારણ કે વનતંત્રને દિપડાના કોઇ સગડ મળ્યા ન હતા. હવે પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે
ખેત મજુરીનુ કામ કરતી એક આદિવાસી મહિલાનુ રહસ્યમય સંજોગોમા મોત થયુ હતુ
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
ખેત મજુરીનુ કામ કરતી એક આદિવાસી મહિલાનુ રહસ્યમય સંજોગોમા મોત થયુ હતુ
અમરેલીઃ અમરેલી તાલુકાના ગાવડકા ગામની સીમમા ગઇરાત્રે ખેત મજુરીનુ કામ કરતી એક આદિવાસી મહિલાનુ રહસ્યમય સંજોગોમા મોત થયુ હતુ. આ મહિલાના પતિએ પોલીસને જણાવ્યું હતુ કે તેની પત્નીને દિપડાએ મારી નાખી હતી. જો કે આ બનાવ અંગે ઘેરૂ રહસ્ય સર્જાયુ છે કારણ કે વનતંત્રને દિપડાના કોઇ સગડ મળ્યા ન હતા. હવે પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
મહિલાના રહસ્યમય સંજોગોમા મોતની આ ઘટના અમરેલી તાલુકાના ગાવડકા ગામની સીમમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ગાવડકાની સીમમા પોપટભાઇ દેસાઇની વાડીમા ખેત મજુરીનુ કામ કરતા આદિવાસી પરિવારની સાઇકુબેન અન્યા ગજેરીયા (ઉ.વ.21) નામની મહિલાનુ ગતરાત્રે મોત થયુ હતુ. મહિલાના પતિએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો જેને પગલે એમ્બ્યુલન્સનો સ્ટાફ અહી દોડી ગયો હતો.
મહિલાના પતિએ જણાવ્યું હતુ કે દિપડાએ હુમલો કરતા ડરથી તેઓ દુર રોડ પર નાસી ગયો હતો. અને 108 આવી પહોંચતા વાડી પર તપાસ કરતા તેની પત્ની મૃત હાલતમા મળી આવી હતી. 108ના ઇએમટી મનીષભાઇ બારૈયા અને પાયલોટ અલ્તાફભાઇ દલે મહિલાની લાશને પીએમ માટે અમરેલી સિવીલમા ખસેડી હતી. મહિલાના માથા પર અને ગળા પર ઇજા અને લોહીના નિશાન હતા. મહિલાના પતિએ પોલીસને પણ એવુ જણાવ્યું હતુ કે દિપડાના હુમલામા તેની પત્નીનુ મોત થયુ છે જો કે વનવિભાગે અહી દિપડાની હાજરી હોવા અંગે ઇનકાર કર્યો હતો. આમ હવે પીએમ રિપોર્ટ બાદ મહિલાના મોતના રહસ્ય પરથી પડદો ઉંચકાશે.

No comments: