Tuesday, October 31, 2017

જંગલની ગોદમાં સાવજોની ડણકો વચ્ચે ખાનગી શાળાને શરમાવે એવી પ્રા. શાળા

Bhaskar News, Amreli | Last Modified - Oct 16, 2017, 01:40 AM IST

Bhaskar News, Amreli | Last Modified - Oct 16, 2017, 01:40 AM IST
ખાંભાના છેવાડાનું ગામ ભાણીયા જ્યાં એક સમયે શિક્ષકો નોકરી કરવા તૈયાર ન હતા !
જંગલની ગોદમાં સાવજોની ડણકો વચ્ચે ખાનગી શાળાને શરમાવે એવી પ્રા. શાળા
જંગલની ગોદમાં સાવજોની ડણકો વચ્ચે ખાનગી શાળાને શરમાવે એવી પ્રા. શાળા
અમરેલી: ખાંભા તાલુકાના છેવાડાનું ભાણીયા ગામ જ્યા માત્ર બે ઓરડાની પ્રાથમિક શાળા આજે ખાનગીશાળાને પણ શરમાવે તેવી બનવા પામી છે. ગ્રામલોકો સહયોગ અને કર્મનિષ્ઠ શિક્ષકોના પ્રયાસોથી વિદ્યાર્થીઓને સુંદર શાળા પ્રાપ્ત થઇ છે આ સાથે અહી જ્ઞાનની ગંગા પણ વહી રહી છે.

૧૯૫૪માં શાળાની સ્થાપના બાદ આજ દિન સુધીના શાળાના ઇતિહાસની વિગતે વાત કરીએ. શરૂઆતમા માત્ર શાળા માટે ૨ ઓરડા હતા. શાળામાં ૨ શિક્ષકો કામ કરતા હતા. જંગલ વિસ્તારની નાની એવી શાળામા લાઇટ કે પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચીત હતી.
ધીમે ધીમે શાળાના કર્મનિષ્ઠ શિક્ષકો દ્વારા યથાગ પ્રયત્નો કરી શાળા પર પુરતુ ધ્યાન અપીને હાલમાં શાળામાં આઠ શિક્ષકો, આઠ ઓરડા અને 178 વિદ્યાર્થીઓથી શાળા જગમગી રહી છે. શાળામાં બાળકોને સ્વચ્છતા, અને વ્યસન અંગે સારા સંસ્કાર આપવામાં આવી રહ્યા છે. તેમજ બાળ મજુરી અંગે રાત્રીના વાલીઓ સાથે મીટીંગી કરીને અનેક સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
20 હજાર લીટરનો અંડરગ્રાઉન્ડ ટાકો બનાવાયો

શાળામાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે શાળાના જ પરીસરમાં ૨૦,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતો અંડરગ્રાઉંડ ટાંકો બનાવવામા આવ્યો. જેને રેઇન વોટર હાવેસ્ટીંગની સશુવધા સાથે જોડીને તેને ભરવાના પ્રશ્નનો પણ ઉકેલ લાવવામાં આવ્યો.
45 કલાક JCB ચલાવ્યા બાદ થોર, બાવળમાં પડેલી શાળા ઉભરી
શાળા એવા ટેકરા પર સ્થાયી હતી કે જયાં વિશાળ જગ્યા સામે હોવા છતાં રમત-ગમત માટે બિલકુલ ઉપયોગી થઇ શકે તેમ ન હતી. એ માટે શાળાનાં તથા ગામનાં અથાક પ્રયાસો તથા આશરે 45 કલાક JCB ચલાવ્યા પછી આજે બાળકોને શાળામાં વિશાળ મેદાન ઉપલબ્ધ છે.

No comments: