સિંહ દર્શન કરવા ઘુસેલા ઇસમોને વન વિભાગની ટીમોએ પેટ્રોલીંગ દરમિયાન જુદા-જુદા સ્થળેથી પકડી દંડ વસુલ કર્યો હતો

તાલાલા: ગીર અભ્યારણ આસપાસનાં વિસ્તારોમાં પથરાયેલ સાસણ,
તાલાલા, આંકોલવાડી રેંજનાં આરક્ષીત જંગલોમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા
ઘુસેલા ઇસમોને વન વિભાગની ટીમોએ પેટ્રોલીંગ દરમિયાન જુદા-જુદા સ્થળેથી પકડી
દંડ વસુલ કર્યો હતો.
સાસણ રેંજનાં આરએફઓ વનરાજસિંહ જાડેજા, વનપાલ સિસોદીયા, એમ.કે.ખેર, જે.ઇ. બકોત્રા, એચ.ઇ.ભેડા,જી.ઇ.ગોહિલ સહિતનાં સ્ટાફે તહેવાર દરમિયાન નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવેલ. સાસણ રેંજની ભોજદેબીટ અને જુના વાણિયા બીટમાંથી 12 શખ્સોને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરતાં ઝડપી લીધા હતાં અને 7 હજારનો દંડ વસુલ્યો હતો. તાલાલા રેંજનાં ઇન્ચાર્જ આરએફઓ અગ્રાવતનાં માર્ગદર્શન મુજબ ટીમોએ હરીપુરબીટ, જેપુરબીટ, હડમતીયાબીટનાં જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શન માટે ગયેલા શખ્સોને ઝડપી લઇ 32 હજારનો દંડ ફટકાર્યો હતો.
જયારે આંકોલવાડી રેંજમાં પણ એક ગુનો ગેરકાયદેસર જંગલમાં ઘુસવાનો નોંધાયો હોય, જેમની પાસેથી પણ વન વિભાગે દંડ વસુલ્યો હતો.વન્યપ્રાણી
વર્તુળનાં સી.સી.એફ ડો. એ.પી.સીંગનાં નિર્દેશ મુજબ ગીર પ્રશ્ચિમ વન
વિભાગનાં નાયબ વન સરક્ષક પ્રદિપસિંહનાં માર્ગદર્શન હેઠળ તાલાલા, સાસણ,
આંકોલવાડી રેંજની ટીમોએ સતત પેટ્રોલીંગ કરી સપાટો બોલાવતાં સ્થાનિક ઇસમો
ઝડપાઈ ગયા હતાં.
No comments:
Post a Comment