Tuesday, October 31, 2017

પરિક્રમામાં પાન, માવા, પ્લાસ્ટિક પર પ્રતિબંધ

DivyaBhaskar News Network | Last Modified - Oct 26, 2017, 02:50 AM IST
વન્યપ્રાણીઓથી શ્રધ્ધાળુઓને સુરક્ષિત રાખવા 5 રેસ્ક્યુ ટીમ તૈનાત રહેશે ગિરનારની પરિક્રમાનાં 36 કિમીનાં રૂટ પર...
પરિક્રમામાં પાન, માવા, પ્લાસ્ટિક પર પ્રતિબંધ
પરિક્રમામાં પાન, માવા, પ્લાસ્ટિક પર પ્રતિબંધ
વન્યપ્રાણીઓથી શ્રધ્ધાળુઓને સુરક્ષિત રાખવા 5 રેસ્ક્યુ ટીમ તૈનાત રહેશે

ગિરનારની પરિક્રમાનાં 36 કિમીનાં રૂટ પર રસ્તાની કામગીરી પૂર્ણ

ગિરનારનીપાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ તા. 31 ઓકટોબરથી થશે અને 4 નવેમ્બરનાં પૂર્ણ થશે. લીલી પરિક્રમાની તૈયારીઓને વન વિભાગ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા ખાસ કરીને રૂટની મરામત કરવામાં આવી હતી. 36 કિમીનાં રૂટ પરનાં તમામ રસ્તાની કામગીરી પૂર્ણ થઇ છે. રસ્તા પર યાત્રીકોને ઉપયોગી બને તે માટે સાઇનબોર્ડ મુકવામાં આવ્યાં છે. વન વિભાગે ચાલુ વર્ષે પરિક્રમામાં પાન, ગુટખા, માવા તમાકુ તેમજ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. પરિક્રમા પૂર્ણ થયા બાદ પાન, માવા, ગુટખાનાં પ્લાસ્ટિકની પડીકીઓ એકઠી કરવામાં ખુબ મુશ્કેલી પડે છે જેના પગલે વન વિભાગે ચાલુ વર્ષે તેનાં વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મુક્યો છે અને તેનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગનાં એસ.સિન્થીલકુમાર,એસીએફ ખટાણા, એસ. ડી. ટીલાળા, આરએફઓ જે.એ. મિયાત્રા સહિતનાં વન વિભાગનાં કર્મચારીઓ યાત્રાળુઓની સુખાકારી માટે કામે લાગ્યાં છે. ઉપરાંત શ્રધ્ધાળુઓને વન્યપ્રાણીઓથી કોઇ મુશ્કેલી રહે અને વન્ય પ્રાણીઓથી સુરક્ષા મળી રહે તે માટે વન વિભાગે પાંચ સભ્યોની એક એવી પાંચ રેસ્કયુ ટીમ પણ તૈનાત કરશે.

18 સ્થળે પાણીનાં પોઇન્ટ ઉભા કરાશે

150 વન વિભાગનાં કર્મીઓ તૈનાત રહેશે પરિક્રમામાંયોજાય છે પરિણામે વન વિભાગની જવાબદારી વધી જાય છે. યાત્રાળુઓ માટે વન વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે. વન વિભાગનાં 150 કર્મચારીઓ તૈનાત રહેશે.

પરિક્રમા સમયે યાત્રાળુઓને કોઇ મુશ્કેલી પડે અથવા વન્ય પ્રાણી જોવા મળે અને કોઇને ઇજા કરે તો વન વિભાગે સંપર્ક નંબર શરૂ કર્યા છે. વન વિભાગનાં ફોન નંબર 0285-2633700 અને 2651544 ઉપર યાત્રાળુઓ સંપર્ક કરી શકશે.

વન વિભાગે હેલ્પ નંબર શરૂ કર્યા

રૂટ પર 300 કચરાપેટી મુકાઇ | પરિક્રમાદરમિયાન જંગલમાં પ્લાસ્ટિક વાપરવા વન વિભાગે અપીલ કરી છે તેમજ વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટ ઉપર 300 જેટલી કચરા પેટીઓ પણ મુકવામાં આવી છે.

No comments: