Tuesday, October 31, 2017

શિકારની શોધમાં નિકળેલી ખુંખાર દીપડી ખેતરની ઓરડીમાં ઘુસી, ખેડૂતે પુરી દીધી

Bhaskar News, Junagadh | Last Modified - Oct 27, 2017, 11:02 PM IST
સાવદરનાં પ્રેમપરા ગામ નજીક જ આવેલ ખેતરમાં શુક્રવારે સવારના સમયે શિકારની શોધમાં નિકળેલ દીપડી
ખેડૂતે ઓરડીનો દરવાજો બંધ કરી દીપડીને પુરી દીધી
+1 બીજી સ્લાઈડ્સ જુઓ
ખેડૂતે ઓરડીનો દરવાજો બંધ કરી દીપડીને પુરી દીધી
વિસાવદર: વિસાવદરનાં પ્રેમપરા ગામ નજીક જ આવેલ ખેતરમાં શુક્રવારે સવારના સમયે શિકારની શોધમાં નિકળેલ દીપડી ખેડૂતોને જોઇ ઓરડીમાં છુપાવવા જતાં હીંમતવાન ખેડૂતે ઓરડીનો દરવાજો બંધ કરી દીપડીને પુરી દઇ વન વિભાગને જાણ કરતાં સાસણ સ્થિત રેસ્કયુ ટીમ ઘટના સ્થળે આવી દીપડીને ટાન્કયુલાઇઝ કરી બહાર કાઢી સાસણ ખાતે ખસેડાઇ હતી.

પ્રેમપરાની હાઈસ્કુલની સામે આવેલ મથુરભાઇ આસોદરીયાનાં ખેતરમાં સવારના આઠેક વાગ્યા બાદ આટાફેરા મારતી દીપડીને ખેડૂત જોઇ જતા તે ત્યાંથી છટકી બાજુમાં ભગવાનજીભાઇ વૈશ્નવના ખેતરમાં આવેલ ઓરડીની આસપાસ ચક્કરો મારતો હોવાનું ખેતરમાં કામ કરી રહેલ અતુલ ઉર્ફે ગભરૂ વૈશ્નવ સહિતનાં તેના સાથીઓએ નિહાળ્યું હતું , પરંતુ દીપડીએ પણ ખેડૂતોની નજર હોવાથી પ્રથમતો માત્ર ઓરડીની આસપાસ ચક્કરો કાપી હતી, બાદમાં ખેડૂતોનું ધ્યાન ન હોવાનું માની દીપડી ખેતરની ઓરડીમાં છુપાવવા માટે ઘુસી ગઇ, જેથી તુરંત જ અતુલ અને તેના સાથી મિત્રો હીંમત દાખવી ઓરડીનો દરવાજો બંધ કર્યા બાદ બારીમાંથી નજર કરી જોયુ તો દિપડી ઓરડીની અંદર રાખવામાં આવેલ પાલાની માથે ચડીને બેઠી-બેઠી ડરાવતી હતી.
વનવિભાગે બંદુક વડે ઈન્જેકશન મારી દીપડીને બેભાન કરી સાસણ ખાતે ખસેડી

જે અતુલે તથા તેના મિત્રોએ નિહાળ્યા બાદ વિસાવદર વન વિભાગની કચેરીએ જાણ કરતા સ્થાનીક આરએફઓ દિપક ચૌધરી તેના સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી સાસણ સ્થિત રેસ્કયુ ટીમને બોલાવી દીપડીને ટાન્કયુલાઇઝ કરી બેભાન કર્યા બાદ જ બહાર કાઢવા સીવાય કઇ વિકલ્પ ન હોવાથી અંત બારીમાંથી બંદુક વડે બેભાન કરવાના પ્રયત્ન કરેલ, પરંતુ એક નિશાન નિષ્ફળ જતાં બીજા પ્રયત્ન બાદ દીપડીને ઇન્જેકશનલાગી જતાં દીપડી બેભાન બની જતાં તેને બહાર કાઢી સાસણ ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં પ્રેમપરાનાં લોકો દિપડીને નિહાળવા ટોળા એકઠા થયા હતાં.

No comments: