Tuesday, October 31, 2017

ગિરનારમાં સંત અને સાવજ ભેગા થયા

DivyaBhaskar News Network | Last Modified - Oct 10, 2017, 05:50 AM IST

ગિરનારમાં સંત અને સાવજ ભેગા થયા સોરઠ એટલે સંત અને શૂરાની ભૂમિ. અેમાંય ગિરનાર એટલે તો સંતોનું અને સાથે સાવજોનું...
ગિરનારમાં સંત અને સાવજ ભેગા થયા
ગિરનારમાં સંત અને સાવજ ભેગા થયા
ગિરનારમાં સંત અને સાવજ ભેગા થયા

સોરઠ એટલે સંત અને શૂરાની ભૂમિ. અેમાંય ગિરનાર એટલે તો સંતોનું અને સાથે સાવજોનું પણ ઘર. સાવજો હવે જંગલમાં નહીં, ગામોમાં પણ જોવા મળી જાય. બીજી રીતે જોઇએ તો શૂરા એટલે કે શૂરવીરને આપણે સાવજ પણ કહીએ છીએ. હાલ જૂનાગઢમાં પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. ત્યારે ડુંગરપુર વિસ્તારમાં રામનામનો જપ કરતા મોરારિબાપુ અને દૂર નિદ્રાધીન થયેલા સાવજને જોઇ સંત અને સાવજ (શૂરા) નો અદ‌્ભુત સમન્વય થતો હોય ઘડી જોનારની નજર ઘડીભર થંભાવી દે એવી બની ગઇ હતી. દૃશ્ય જોઇને લાગે છે કે, સાવજ પણ જાણે બાપુની કથાનું શ્રવણ કરવા આવ્યો છે. બાપુ કથામાં પણ કહેતા હોય છે કે, રામનાં રખોપા. વાત અહીં પણ બંધ બેસતી લાગે છે.

No comments: