Friday, April 27, 2018

સિંહ દર્શનમાં 6 આરોપીઓનાં મોબાઇલ FSLને મોકલાયા

DivyaBhaskar News Network | Last Modified - Apr 19, 2018, 03:50 AM IST
હવે વોઇસ ટેસ્ટ થશે, અત્યાર સુધીમાં મુખ્ય આરોપીના મોબાઇલમાંથી 100 થી વધુ વિડીયો ક્લિપો મળી આવી
ગિર-ગિરનાર જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શન પ્રકરણમાં 6 શખ્સો સામેથી રજૂ થયા અને તેઓ જામીન પર મુક્ત થયા છે. ત્યારે વનવિભાગે તેઓનાં મોબાઇલ ફોન કબ્જે લઇ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા છે. ગિર અને ગિરનાર જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શન પ્રકરણમાં બે દિવસ પહેલાં 6 શખ્સો સામેથી રજૂ થતાં વનવિભાગે તેની ધરપકડ બાદ પુછપરછ કરી હતી. બાદમાં જોકે, તેઓને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા છે. દરમ્યાન તેઓનાં મોબાઇલ ફોન કબ્જે કરી વનવિભાગે તેમાં એકેય સિંહ દર્શનની વિડીયો ક્લિપ છે કે કેમ ω અથવા ડિલીટ કરી નાંખી હોય તો ફરીથી રીકવર થવાની શક્યતા ચકાસવા તેને એફએસએલમાં મોકલ્યા છે. અત્યાર સુધીમાં સોહેલ ગરાળાનાં મોબાઇલમાંથી 100 થી વધુ ક્લિપો મળી આવી હતી. દરમ્યાન આરોપીઓનો વોઇસ ટેસ્ટ પણ થનાર હોવાનું વનવિભાગનાં સુત્રોએ જણાવ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035003-1499792-NOR.html

No comments: