Tuesday, April 24, 2018

ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમા અત્યાર સુધી માત્ર

DivyaBhaskar News Network | Last Modified - Apr 11, 2018, 02:00 AM IST
ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમા અત્યાર સુધી માત્ર 3 સાવજો હતા. પરંતુ હવે વનતંત્ર દ્વારા અહી વધુ 5 નવા સાવજો...
ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમા અત્યાર સુધી માત્ર 3 સાવજો હતા. પરંતુ હવે વનતંત્ર દ્વારા અહી વધુ 5 નવા સાવજો વસાવવાનો નિર્ણય કરાયો છે. જુનાગઢ સક્કરબાગ ઝુમાથી ટુંક સમયમા અહી નવા 5 સાવજો લવાશે. જેમા 1 સિંહ અને 4 સિંહણને અહી વસાવાશે. ઉદ્દઘાટનના છ માસ બાદ અહી સાવજોની સંખ્યામા વધારો થવા જઇ રહ્યો છે.

ઉનાળુ વેકેશનના દિવસો નજીક આવી રહ્યાં છે. ગીરમા સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યામા ધરખમ વધારો થશે. તેવા સમયે જ ધારી નજીક આંબરડી સફારી પાર્કમા વનતંત્રએ સાવજોની સંખ્યામા વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ત્રણસો પચાસ હેકટર વિસ્તારમા પથરાયેલા આંબરડી પાર્કમા અત્યાર સુધી માત્ર ત્રણ સાવજો હતા. પરંતુ હવે વનતંત્રએ આ પાર્કમા વધુ પાંચ સાવજો વસાવવાનો નિર્ણય કર્યો છે.

વનતંત્રની વડી કચેરી દ્વારા મંજુરી આવી જતા હવે જુનાગઢ સક્કરબાગ ઝુ ખાતેથી આ પાંચ સાવજો પરચેઝ કરી અહી વસાવાશે. આંબરડી પાર્કમા પ્રવાસીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે ઉનાળુ વેકેશનમા આ નિર્ણયથી પ્રવાસીઓની સંખ્યામા ધરખમ વધારો થવાની શકયતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાસણના દેવળીયા પાર્ક બાદ સિંહ દર્શન માટે ગીરકાંઠે આ બીજો પાર્ક બનાવાયો છે. આમ તો એક દાયકા પહેલા આ પાર્ક જાહેર કરાયો હતો પરંતુ મંજુરીના અભાવે ગત ઓકટોબર માસમા તે શરૂ થઇ શકયો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ તેનુ ઉદ્દઘાટન કર્યુ હતુ. દર વર્ષે અહીના ગળધરા ખોડિયાર મંદિરે લાખો દર્શનાર્થીઓ આવે છે. ત્યારે હવે અહી એક સિંહ અને ચાર સિંહણ મળી પાંચ નવા સાવજોનો ઉમેરો થવાથી પ્રવાસનને વેગ મળશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020004-1449367-NOR.html

No comments: