Tuesday, April 24, 2018

લીકેજ વાલ્વમાંથી વહી પડતા પાણીનો સંગ્રહ કરી પશુઓ માટે પાણીની વ્યવસ્થા

DivyaBhaskar News Network | Last Modified - Apr 21, 2018, 02:00 AM IST
ધારી આંબરડી રોડ પર વાલ્વમાથી પાણી સતત વહી છે છતાં રિપેરીંગ માટે તંત્ર નથી લેતંુ તસ્દી
ઉનાળો જેમજેમ આકરો બની રહ્યો છે તેમતેમ પાણીની તંગી વધી રહી છે. પાણીના સોર્સ ઘટી રહ્યાં છે તેવા સમયે પણ પાણીના બગાડના દ્રશ્યો ઠેકઠેકાણે નજરે પડી રહ્યાં છે. ધારી આંબરડી રોડ પર ન્યાય મંદિરની પાછળ મહિ યોજનાના વાલ્વમાથી લીકેજના કારણે મોટા પ્રમાણમા પાણીનો બગાડ થઇ રહ્યો છે.  ધારી આંબરડી રોડ પર ખોડિયાર ડેમ તરફ જતા રસ્તા પર લાંબા સમયથી પાણી પુરવઠા બોર્ડના વાલ્વમાથી પાણી લીક થઇ રહ્યું છે. અહીથી પાણીનો સારો એવો જથ્થો બિનજરૂરી રીતે વહી જાય છે. જો કે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કયારેય તેની મરામતની તસદી લેવાઇ નથી. જો કે આસપાસના લોકોએ અહી નિરર્થક જતા પાણીનો સદ્દઉપયોગ કરવાનો રસ્તો પણ શોધી કાઢયો છે. અહી વાલ્વ નીચે જ પશુઓ પાણી પી શકે તેવી ટાંકી મુકી દેવાઇ છે. બગાડ થતા પાણીથી આ ટાંકી સતત ભરેલી રહે છે જેને પગલે આ વિસ્તારના પશુઓને પાણી મળી રહે છે. આ વિસ્તારમા તો સાવજોનો પણ વસવાટ છે. પાણીના આ બગાડમાથી કોઇ સાવજ પોતાની તરસ છીપાવી લે તો પણ નવાઇ નહી.  મહિ યોજનાના વાલ્વમાથી લીકેજના કારણે મોટા પ્રમાણમા પાણીનો બગાડ થઇ રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1508357-NOR.html

No comments: