Tuesday, April 24, 2018

સ્મશાનમાં 300 ચકલીનાં માળા, પાણીનાં પાત્રો મૂક્યાં


વિસાવદરનાં કાંકચીયાળા ગામનાં 30 યુવાનોનું ગૃપ 15 વર્ષથી પશુ-પક્ષીઓની નિ:સ્વાર્થ ભાવે સેવા કરે છે
  • સ્મશાનમાં 300 ચકલીનાં માળા, પાણીનાં પાત્રો મૂક્યાં
    સ્મશાનમાં 300 ચકલીનાં માળા, પાણીનાં પાત્રો મૂક્યાં
    વિસાવદર: કાંકચીયાળાનાં સેવાભાવી યુવાનો પશુ-પક્ષીની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. વિસાવદરનાં કાંકચીયાળામાં 30 યુવાનોનાં ગૃપ દ્વારા અનોખો સેવાયજ્ઞ શરૂ કરાયો છે અને યુવાનો પ્લાસ્ટિકની ખાલી બોટલો એકત્ર કરી રહ્યા છે. બાદમાં ચકલી તેમજ અન્ય પક્ષીઓ માટે ડીશ બનાવી ગામમાં નિ:શૂલ્ક વિતરણ કરી રહ્યા છે. આ ઉપરાંત સ્મશાનમાં નવા બનેલા સેડમાં 300 જેટલા ચકલીનાં માળા તેમજ પાણીનાં પાત્રો પણ મુક્યા છે. તેમજ રખડતી ગાયોની સારવાર પણ કરી રહ્યા છે. આ યુવાનો મિત્રો પાસેથી સહાય લઇ ગાયોને ખોળ અને ચારો આપી રહ્યા છે. 15 વર્ષમાં આશરે 100 થી વધુ ગાયોની સારવાર કરી ચુક્યા છે. આ કાર્યને ગ્રામજનો પણ બિરદાવી રહ્યા છે.
    ઉદ્યોગપતિએ 1 લાખનાં ખર્ચે સ્મશાનમાં સેડ બંધાવી આપ્યો
    વિસાવદરનાં અને હાલ જૂનાગઢમાં રહેતાં ઉદ્યોગપતિ લખમણભાઇ પાનસુરીયા અેક મરણ પ્રસંગે કાંકચીયાળા આવ્યા હતાં અને સ્મશાનમાં લોકોને તડકામાં બેઠેલા જોઇ તેમણે 1 લાખનાં ખર્ચે એક સેડ બંધાવી આપ્યો હતો. આજે આ સેડમાં 300 થી વધુ ચકલીઓનાં માળા જોવા મળી રહ્યા છે. એ સમયે ઉદ્યોગપતિઅે યુવાનોને કહ્યું હતું કે તમારા સેવા કાર્યમાં ગમે તેટલી આર્થિક સહાયની જરૂરીયાત હશે તે હું પુર્ણ કરીશ.
    https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-300-spotted-beads-in-the-crematorium-put-water-vessels-gujarati-news-5842656-NOR.html

No comments: