Friday, April 27, 2018

દરિયાનાં પાણીને પીવાલાયક બનાવનારું ગુજરાત બીજું રાજ્ય

DivyaBhaskar News Network | Last Modified - Apr 26, 2018, 02:50 AM IST
પીવાનાં પાણી માટે જીવાદોરી નર્મદાનો વિકલ્પ ઊભો થશે, દરિયાનું પાણી ઘરના પાણિયારા સુધી અાવશે 10 કરોડ લિટર...
દરિયાનાં પાણીને પીવાલાયક બનાવનારું ગુજરાત બીજું રાજ્ય
નર્મદાનું પાણી ના મળી શકે એવા સંજોગોમાં પણ સૌરાષ્ટ્રના લોકોને પીવાનાં પાણીની તકલીફ ના પડે એ માટે મોરબી અને જામનગર જિલ્લાના માળિયા -જોડિયાની વચ્ચે દરિયાકિનારાની નજીક પી.પી.પી. મોડેલ પર ડિસેલિનેશન પ્લાન્ટ કાર્યરત થશે. આ પ્લાન્ટની ક્ષમતા 100 એમએલડી (રોજનું 10 કરોડ લીટર) એટલે કે 10 લાખ લોકોની દૈનિક પાણીની જરૂરિયાત પૂર્ણ કરી શકે તેટલી હશે. આ પ્લાન્ટમાંથી મળનારું પાણી 1 લીટર દીઠ 5.7 પૈસામાં પડશે. 100 એમએલડી પાણીના શુદ્ધીકરણ માટે અંદાજે 237 એમએલડી પાણી દરિયામાંથી ખેંચવામાં આવશે.

પીવાના પાણીના કાયમી વિકલ્પ તરીકે દરિયાનાં ખારાં પાણીને પીવાલાયક બનાવતો પ્લાન્ટ નાખનારું ગુજરાત, તમિલનાડુ બાદ દેશનું બીજું રાજ્ય બનશે. રાજ્યના 17 જિલ્લાના 196 શહેર, 12028 ગામોને મળીને રાજ્યની 75 ટકાથી વધુ વસ્તી પીવાનાં પાણી માટે નર્મદા ઉપર આધારિત છે ત્યારે કોઈ કારણસર નર્મદાનો પુરવઠો ન મળે અથવા કૅનાલ કે પછી પાઇપલાઇનમાં ભંગાણ પડે, કોઈ ટૅક્નિકલ ખામી ઊભી થાય, તેવા સંજોગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં પીવાનાં પાણીની ગંભીર સમસ્યાઓ ઊભી થતી હોય છે.

આ સ્થિતિને ટાળવા માટે આવા વિસ્તારોમાં વૈકલ્પિક સ્રોત ઊભો કરવા ડિસેલિનેશન (દરિયાનું ખારું પાણી શુદ્ધ કરી પીવાયોગ્ય બનાવવાનો) પ્લાન્ટ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીઅે કહ્યું હતું કે આગામી દિવસોમાં આવા અનેક પ્લાન્ટ ઊભા કરીને ગુજરાતની જનતા માટે પીવાનાં પાણીના દુકાળને ભૂતકાળ કરી દેવાની સરકારની નેમ છે.

1 લિટર પાણી 5.7 પૈસામાં પડશે

મિનરલ પાણી જેવી ગુણવત્તા હશે

ગુજરાત 1600 કિલોમીટરનો દેશનો સૌથી વિશાળ દરિયાકિનારો ધરાવે છે. આ કુદરતી સંપદાનો ઉપયોગ કરીને ગુજરાત સરકારે ડિસેલિનેશન પ્લાન્ટ માટેની પહેલ કરી છે. ચેન્નાઈ બાદ આ પ્રકારનો પ્લાન્ટ નાખનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. 35થી લઈને 45 હજાર પીપીએમ સુધીની ખારાશ ધરાવતા દરિયાનાં પાણીને રીવર્સ ઓસ્મોસીસ (આરઓ) ટૅક્નૉલોજીનો ઉપયોગ કરીને મીઠું (પીવાલાયક) બનાવાશે. આ પાણીને પછી ફિલ્ટરેશનની જરૂર નહીં પડે, તેની ગુણવત્તા હાલ બોટલમાં મળતા (મિનરલ) પાણી જેટલી હશે.

800 કરોડના ખર્ચે પ્લાન્ટ બનશે

રાજ્ય સરકાર દ્વારા આ પ્લાન્ટનું ટેન્ડર એસેલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ કંપનીને અપાયું છે, જે સ્પેનની કંપની સાથે મળીને પ્લાન્ટ નાખશે. પ્લાન્ટનો ખર્ચ 800 કરોડ રૂપિયા જેટલો થાય છે. આ તમામ ખર્ચ કંપની ઉઠાવશે. રાજ્ય સરકાર માત્ર જમીન આપશે અને પ્લાન્ટનું પાણી ખરીદવા માટેના કરાર કરશે. હાલ રાજ્યમાં પ્રથમ પ્લાન્ટ માટે કરારો કરાયા છે. ધીમેધીમે અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના પ્લાન્ટ કાર્યરત કરાશે.

હજાર લિટર પાણી 57 રૂપિયામાં પડશે

ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા તૈયાર થયેલું પાણી રાજ્ય સરકારને પ્રતિ એક હજાર લિટર 57 રૂપિયામાં એટલે કે એક લિટર પાણી 5.7 પૈસામાં પડશે. ડિસેલિનેશન પ્લાન્ટ માટેનો કરાર 25 વર્ષ સુધીનો રહેશે, જેમાં દર વર્ષે 3 ટકા લેખે વધારો કરાશે.

ખારું પાણી મીઠું કરતી જીપ

ઈઝરાયલના વડાપ્રધાને ભારતને દરિયાનું ખારું પાણી મીઠું કરતી બે જીપ ભેટ આપી હતી. એક જીપની કિંમત 1.11 લાખ ડૉલર છે. એક જીપ દિવસમા દરિયાનું વીસ હજાર લિટર અને નદીનું ગંદું પાણી 80 હજાર લિટર શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. જીપ ઈન્ટિગ્રેટેડ વોટર પ્યોરિફિકેશન વ્હિકલ છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતું પાણી બનાવવા માટે આ વ્હિકલ જાણીતું છે.

આવતા 30 મહિનામાં સૌરાષ્ટ્રના 10 લાખ લોકો રોજ દરિયાનું 10 કરોડ લિટર મીઠું પાણી પીશે

ડિસેલિનેશન પ્લાન્ટનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે, રાજ્ય સરકાર માત્ર જમીન આપશે

માળિયા-જોડિયાની વચ્ચે 100 એમએલડીનો પ્લાન્ટ રોજના 10 લાખ લોકોની જરૂરિયાત સંતોષવાની ક્ષમતા ધરાવતો હશે. પીવાનાં પાણીના કાયમી વિકલ્પ તરીકે દરિયાનાં ખારાં પાણીને પીવાલાયક બનાવતો પ્લાન્ટ નાખનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. અઢી વર્ષમાં પ્લાન્ટ કાર્યરત થઈ જશે.

આ રીતે પીવાનાં પાણીની સમસ્યા હલ કરશે

મુખ્યમંત્રી રૂપાણીના કહેવા મુજબ, ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયાકિનારો છે, જેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય તેમ છે. પીવાનાં પાણી માટે અનિયમિત વરસાદ પર મોટો આધાર રાખવો પડે છે. ગુજરાતમાં ડિસેલિનેશન પ્લાન્ટ પ્રાયોગિક ધોરણે શરૂ થવા જવાનો છે.

ફ્લોટેશન યુનિટ

અશુદ્ધિઓ દૂર કરવા કૅમિકલ ઉમેરાય છે, આ શુદ્ધ પાણી ઍર પ્રેશર સાથે બહાર આવે છે

દરિયાનું પાણી

ઇન્ટેક સ્ક્રીન્સ

ઇન્ટેક સ્ટ્રક્ચરમાં દરિયાઈ પાણી પ્રવેશે છે. પાઇપ સહિત સ્ટ્રક્ચરમાં ક્લોરિન ઉમેરાય છે.

અા વિસ્તારોને મળશે પાણી

પ્લાન્ટમાંથી રોજનું 10 કરોડ લિટર પાણી મેળવીને જોડિયાથી હીરાપર ખાતે પાઇપલાઇનમાં નાખવામાં આવશે. હીરાપરથી હાલની પાણી પુરવઠા ગ્રીડના નેટવર્કથી રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ જિલ્લાનાં ગામોને પાઇપલાઇનથી પાણી આપી શકાશે.

1

ગ્રેવિટી સેન્ડ યુનિટ

પાણી ગ્રેવિટી સેન્ડ યુનિટમાં ફિલ્ટર થાય છે અને સોફ્ટ વોટર બને છે

2

રિવર્સ ઓસ્મોસિસ યુનિટ

અા યુનિટ અંતર્ગત બે અલગ પ્રોસેસ દ્વારા પાણીમાંથી ક્ષાર અને બીજાં તત્ત્વો દૂર કરવામાં આવે છે

સ્ટોરેજ

ફિલ્ટર થયેલાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને તેને ઘર સુધી પહોંચાડવામાં આવે છે.

ટ્રિટમેન્ટ પછી

ફિલ્ટરેશનની પ્રોસેસ બાદ પાણીમાં પીએચ લેવલને જાળવવા પ્રોસેસ કરાય છે

ગુજરાતનાં પાણીમાં ખારાશ અને ડિસેલિનેશન માર્કેટ

12,600 કરોડ 2019 સુધી દેશમાં ડિસેલિનેશન માર્કેટ

150 દેશમાં

19 હજારથી પણ વધુ ડિસેલિનેશન પ્લાન્ટ છે

રાજ્યના 20 જિલ્લા, દરિયાકિનારાના 50 તાલુકા ખારાશથી પ્રભાવિત

40%

દેશના કુલ ડિસેલિનેશન

પ્લાન્ટમાંથી આટલા ગુજરાતમાં

75%

213 જળ શુદ્ધીકરણ પ્લાન્ટ

દહેજ, ભાવનગર, મુંદ્રામાં પણ ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવાની યોજના

વસ્તી નર્મદાનાં પાણી પર આધારિત

500 પ્લાન્ટ

દેશમાં હોવાનો અંદાજ

1200-1500 ગામો અને 12.90 લાખ હૅક્ટર જમીનમાં ખારાશને લીધે ખેતઉત્પાદનને ભારે નુકસાન થતું હોવાનો અંદાજ

1,20,769 કિમી

રાજ્યવ્યાપી નર્મદા ગ્રીડની વિતરણ પાઇપલાઇનથી છેવાડા સુધી પાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-025002-1553681-NOR.html

No comments: