Friday, April 27, 2018

જૂનાગઢ - વડાલ રોડ પરના પ્રવાસી માહિતી કેન્દ્રને તાળાં, પ્રવાસીઓ હેરાન

DivyaBhaskar News Network | Last Modified - Apr 26, 2018, 02:55 AM IST
જૂનાગઢએ ઐતિહાસિક અને ધાર્મિક શહેર છે. દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ જૂનાગઢની મુલાકાત લે છે. બહારગામથી આવતા લોકોને જૂનાગઢના હરવા ફરવાના સ્થળોની વિસ્તૃત માહિતી મળી રહે તે માટે શહેરના જૂનાગઢ - વડાલ રોડ પર મનપા દ્વારા પ્રવાસી માહિતી કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું અને તેને મનપાના અધિકારી, પદાધિકારીઓ અને સંતોની ઉપસ્થિતીમાં કાર્યરત કરવામાં આવ્યું હતું.જોકે ઉદઘાટન બાદ આ કેન્દ્ર માત્ર ગણત્રીના દિવસો જ કાર્યરત રહ્યું બાદમાં તાળા લાગી ગયા તે આજના દિવસ સુધી ખુલ્યા નથી. એક તરફ શહેરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની વાતો કરવામાં આવી રહી છે બીજી તરફ આ માટે પ્રાથમિક જરૂરિયાત ગણી શકાય તેવા પ્રવાસીઓને માહિતી આપવાના કેન્દ્રને જ તાળા લગાવી દેવામાં આવે તે બે વિરોધાભાસ રજૂ કરે છે.ત્યારે આ પ્રવાસી માહિતી કેન્દ્રને ફરી કાર્યરત કરવાની માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025502-1553699-NOR.html

No comments: