Friday, April 27, 2018

માતા-પિતાની નજર સામે જ દીકરીને આદમખોર દીપડો ઉપાડી ગયો, મોત

jayesh Gondhiya, Una | Last Modified - Apr 15, 2018, 04:40 PM IST
ગીર સોમનાથ જિલ્લામાં આદમખોર દીપડાઓએ હાહાકાર મચાવ્યો, ત્રણ દિવસમાં બે બાળકોને ઉતાર્યા મોતને ઘાટ
માતા-પિતાની નજર સામે જ દીકરીને આદમખોર દીપડો ઉપાડી ગયો, મોત
ઉનાઃ ઉનાના મોઠા ગામે એક બાળકીને ફાડી ખાધા બાદ વધુ એક બાળકીને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. સુત્રાપાડાના મોરડીયા ગામે આદમખોર દીપડો માતા-પિતાની નજર સામે જ દીકરીને ઉપાડી ગયો હતો, બાદમાં તેણીને ફાડી ખાધી હતી.
ગીર આસપાસના ગ્રામ્ય પંથકોને દીપડાઓએ પોતાનું ઘર બનાવી લીધું છે, જેના કારણે દીપડાઓ અને માણસ વચ્ચે વારંવાર ઘર્ષણ સર્જાય રહ્યું છે. છેલા બે દિવસમાં આદમ ખોર દીપડોએ બે માશુમ બાળકીઓને મોત ને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મતી જવા પામ્યો છે. ઉના તાલુકાના મોઠા ગામે માતા પિતાની નજર સામે જ 18 માસની મહેસ્વરી નામની બાળકીને દીપડાએ ફાડી ખાધી. તો શુક્રવારે સાંજે સુત્રાપાડાના મોરડીયા ગામે વધારે એક બાળકીને તેના માતા પિતાની નજર સામે ફાડી ખાધી હતી.
મોરડીયા ગામે રહેતા જશુભાઈ માલાભાઈ વાઢેળ નામના ખેડૂતની 8 વર્ષની દીકરી રાત્રે પોતાની માતા સાથે વાસણ સાફ કરતી હતી તે સમયે આદમ ખોર દીપડો ત્યાં ત્રાટક્યો હતો. માતા-પિતાની નજર સામેજ બાળકી લય ફરાર થયો હતો. બાળકીના માતા-પિતાએ બૂમાબૂમ કરતાં બાળકીને મૂકી દીપડો ફરાર થઇ ગયો હતો. જો કે બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ગીર સોમનાથના સુત્રાપાડાના મોરડીયા ગામે આદમખોર દીપડો લાંબા સમયથી વસવાટ કરે છે, છેલ્લા ત્રણ મહિનામાં આદમખોરે કુલ 4 વ્યક્તિ પર હુમલા કર્યા છે જેમાં બે બાળકીના મોત નીપજ્યા છે, બીજી બાજુ આદમખોર ન પકડાતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. ખેડૂતોએ માંગ કરી છે કે તત્કાળ માનવ લોહી ના પ્યાસા બનેલા દીપડાને પાંજરે પુરવામાં નહીં આવે તો મજબૂરી વર્ષ ખેડૂતો જ દીપડાને મોત ને ઘાટ ઉતારી દેશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-big-cat-attack-two-girl-in-just-two-day-in-sutrapada-in-una-NOR.html

No comments: