Tuesday, April 24, 2018

લીલીયા બૃહદગીરમા સાવજો સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે.

DivyaBhaskar News Network | Last Modified - Apr 16, 2018, 03:45 AM IST
લીલીયા બૃહદગીરમા સાવજો સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. અહી ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વન્યપ્રાણીઓને...
લીલીયા બૃહદગીરમા સાવજો સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે.

લીલીયા બૃહદગીરમા સાવજો સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. અહી ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વન્યપ્રાણીઓને પીવાના પાણી મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે. અહી પાણીના કૃત્રિમ પોઇન્ટો બંધ કરી દેવામા આવ્યા હોય સાવજો સહિત વન્યપ્રાણીઓ ભટકી રહ્યાં છે.

ઉનાળાના આરંભ સાથે આમેય અનેક શહેરો અને ગામોમા પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે તો સાથે સાથે વન્યપ્રાણીઓને પણ પીવાનુ પાણી મેળવવા આમથી તેમ ભટકવુ પડી રહ્યું છે. બૃહદગીર વિસ્તારમા અનેક સાવજોનો વસવાટ છે. અહીના વિસ્તારમા અનેક પવનચક્કીઓ બંધ હાલતમા જોવા મળી રહી છે.

તો અમુક પવનચક્કીઓ શરૂ છે પરંતુ પીવાનુ પાણી ખારાશવાળુ અને કડવુ આવતુ હોય સાવજો સહિત વન્યપ્રાણીઓ આવુ પાણી પી શકતા નથી. ત્યારે આ બૃહદગીર વિસ્તારમા વનવિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટો ભરવામા આવે તેવી ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટ દ્વારા માંગણી કરવામા આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-034503-1483242-NOR.html

No comments: