Friday, April 27, 2018

15 જૂન સુધી કેરીની આવક ચાલુ રહેવાની સંભાવના

DivyaBhaskar News Network | Last Modified - Apr 25, 2018, 05:45 AM IST
પાછોતરા પાકને લઇને 5 મે થી આવકમાં ભારે વધારો નોંધાશે ભાવ હાલમાં 600 થી 1500નો | કેસર કેરીની સીઝનમાં શરૂઆતમાં... 
સ્વાદ અને સોડમથી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવી તાલાલા ગિરની કેસર કેરીની જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં એકાદ મહિના પહેલાથી આવક શરૂ થઇ ગઇ છે. શરૂઆતમાં આવક ઓછી રહેવા પામી હતી જોકે હવે આવકમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલ મહિનાની વાત કરીએ તો છેલ્લા 23 દિવસમાં કુલ 65418 બોક્ષ કેસર કેરીની આવક નોંધાઇ છે. જોકે હજુ આગામી દિવસોમાં પણ આવકનું પ્રમાણ વધતું રહેશે. એમાંયે ખાસ કરીને પાછોતરા પાકને લઇને 5 મે પછી વિપુલ માત્રામાં આવક નોંધાશે અને છેક 15 જૂન સુધી આવક થતી રહેશે. તાલાલા પંથકની કેસર કેરી તેના સ્વાદ અને ખાસ સોડમના કારણે પ્રચલિત બની છે અને તેની સારી એવી માંગ રહે છે. માત્ર જૂનાગઢ જ નહી સમગ્ર ગુજરાત અને છેક મુંબઇ સુધી કેસર કેરી મોકલવામાં આવે છે.

આ ઉપરાંત તાલાલાથી વિદેશમાં પણ મોકલવામાં આવે છે.ખાસ કરીને હરવા ફરવા આવતા પ્રવાસીઓ પણ સાસણ કે જૂનાગઢથી કેસર કેરીના બોક્ષ લઇને જ જાય છે. યાર્ડ ઉપરાંત હવે તો હાઇવે ઉપર પણ કેરીનું ધૂમ વેંચાણ થઇ રહ્યું છે. પ્રવાસીઓમાં આ એક નવો ટ્રેન્ડ જાગ્યો છે હાઇવે પરથી ખરીદીનો. જેના કારણે જૂનાગઢથી વાડલા ફાટક સુધી, મધુરમ બાયપાસથી ધોરાજી ચોકડી સુધી, દોલતપરાથી રાજકોટ હાઇવે પર લોકો મોટાપાયે કેસર કેરીની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.

જૂનાગઢ યાર્ડમાં 23 દિ\'માં 65418 બોક્ષ કેસર કેરીની આવક નોંધાઇ

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડથી મુંબઇ સુધીની કેસરની સફર

જૂનાગઢ યાર્ડમાં બોટાદ, આણંદ, પાલનપુર, ડિસા, નડિયાદ સહીત સમગ્ર ગુજરાતના અને છેક મુંબઇના વેપારીઓ પણ ખરીદી માટે આવે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-054503-1546971-NOR.html

No comments: