Friday, April 27, 2018

ત્રણવાર હુમલો કરતા ખેડૂતે એવી લાત મારી કે દીપડો ઉભી પૂછડીએ ભાગ્યો!

DivyaBhaskar.com | Last Modified - Apr 21, 2018, 11:00 AM IST
વિસાવદર તાલુકાના ભલગામે રહેતા ખેડૂત ખેતરમાં હતા અને અચાનક દીપડાએ હુમલો કર્યો

જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેડૂત
 
જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેડૂત
વિસાવદર: વિસાવદરનાં ભલગામ ગામે શુક્રવારે સવારે ખેતી કામ કરતા ખેડૂત પર દીપડાએ ત્રણવાર હુમલો કરેલ અને ત્રણેયવાર ખેડૂતે હિંમતપૂર્વક સામનો કરી દીપડાને ભગાડયો હતો. ત્રીજી વખત હુમલો કરવા જતા ખેડૂતે એવી લાત મારી કે દીપડાએ ઉભી પૂછડીએ ભાગવું પડ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ તાલુકાનાં ભલગામ ગામે રહેતા ભીખુભાઇ ઠાકરશીભાઇ વેકરીયા (ઉ.વ.44) સવારનાં સમયે ઘરેથી ખેતરે ટ્રેક્ટર લઇ ગયા હતા. ત્યારે ખેતરનાં થોડા ભાગમાં બાજરાનું વાવેતર જોવા જતાં તેમાંથી અચાનક એક ખુંખાર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં તેને ગળાના ભાગે ત્યારબાદ ફરી બીજો એમ ત્રણવાર દીપડાએ ભીખુભાઇ પર હુમલો કરેલ અને ત્રીજીવાર હુમલામાં ભીખુભાઇએ દીપડાને એક જોરદાર લાત મારતા દીપડો ફરી બાજરાનાં ખેતરમાં જતો રહ્યો હતો.
ઇજાગ્રસ્ત ભીખુભાઇએ જ પ્રથમ 108ને જાણ કરી બોલાવેલ અને ત્યારબાદ વિસાવદર વનવિભાગને પણ તેમણે જ જાણ કરી બનાવથી વાકેફ કરેલ. ત્યારબાદ બગસરા ગામની 108 આવી ભીખુભાઇને પ્રથમ વિસાવદર અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવેલ. દીપડાનાં હુમલામાં ભીખુભાઇને ગળા, ખભા અને હાથના ભાગે ઇજાઓ થયેલ. વન વિભાગે પણ તાત્કાલીક સ્થળ તપાસી તે ખુંખાર દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવી કવાયત હાથ ધરવામાં આવેલ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-panther-three-time-attack-on-farmer-but-panther-run-in-visavadar-gujarati-news-5856562-PHO.html?seq=2

No comments: