Tuesday, April 24, 2018

ખાંભા: ફૂડ પોઇઝનથી સિંહનું મોત, પૂછડાના ભાગે લાગેલી'તી ચીપ

Hirendrasinh Rathod, Khanbha | Last Modified - Apr 22, 2018, 02:53 PM IST

પ્રતિકાત્મક તસવીર
ખાંભા: ખાંભાના તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તાર સમઢીયાળા 2માં એક વાડીમાં બાજરીના પાકમાંથી એક 3 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પ્રથમ દ્રષ્ટિએ આ સિંહના મોત અંગે શંકા ઉદભવી હતી ત્યારે આજે આ સિંહના પીએમ બાદ રિપોર્ટમાં ફૂડપોઇઝનના કારણે આ સિંહનું મોત થયાનું સામે આવ્યું છે. ત્યારે પીએમમાં બીજું એક સત્ય સામે આવ્યું છે કે સિંહના પૂછડાના ભાગે એક ચીપ નીકળી હતી ત્યારે અગાઉ આ સિંહને સારવાર અપાય હોવાનું પણ સામે આવ્યું છે.
આ સિંહ આજથી 4 માસ પેહલા ડિસેમ્બર મહિનામાં તાવ અને પગે લંગડાતો હતો. તેની સારવાર આપવામાં આવી હતી ત્યારે ગ્રામજનોએ આઠ દિવસ પહેલા આ સિંહ અશક્ત અને બીમાર હોવાના લક્ષણ વિશે સ્થાનિક વનવિભાગને જાણ કરી હતી. તે બાબત પણ સાચી ઠરી હતી જ્યારે બીજી તરફ સિંહ પ્રેમીઓમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વનવિભાગને જાણકારી આપી હોવા છતાં લાપરવાહી દાખવી હોવાનું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે.
આ સિંહનું પીએમ કરનાર ડોક્ટર વામજા સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત થતા જણાવ્યું હતું કે, આ સિંહને ફૂડપોઇઝન થઇ ગયું હતું. જ્યારે ફૂડપોઇઝન કેવી રીતે થઈ શકે ત્યારે તેવોએ કહ્યું હતું કે, આ સિંહની ખોરાક પાચવવાની ક્ષમતા કરતા વધારે ખોરાક અને પાણી પીવાના કારણે હોજરીમાં ભરાવો થઇ ગયો હતો અને તેના કારણે હૃદય અને કિડની ફેફસામાં અસર થઈ ગઈ હતી અને તેના કારણે નાક અને મોમાંથી પાણી નીકળવા લાગ્યું હતું અને જે સ્થળે મૃતદેહ મળ્યો હતો ત્યાં ઝાડા પણ થઇ ગયાના નિશાન જોવા મળ્યા હતા. આ સિંહના વિશેરા જૂનાગઢ ખાતે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે 15 દિવસમાં રિપોર્ટ આવી જશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-death-from-food-poison-in-post-mortem-in-khanbha-gujarati-news-5857373-PHO.html?seq=2

No comments: