Tuesday, April 24, 2018

કાઠીયાવાડી કેસર કેરીનો સ્વાદ હવે ઘેલુ લગાડશે દક્ષિણ કોરિયાને


Bhaskar News, Liliya | Last Modified - Apr 12, 2018, 01:59 AM IST
દક્ષિણ કોરિયાના અધિકારીઓએ ખરીદીના કોન્ટ્રાક્ટ માટે નાખ્યા સૌરાષ્ટ્રમાં ધામા, ઓર્ગેનિક ફાર્મની મુલાકાત લીધી
દક્ષિણ કોરિયાના અધિકારીઓએ ખરીદીના કોન્ટ્રાક્ટ માટે નાખ્યા સૌરાષ્ટ્રમાં ધામા
લીલીયા: ભારતમાંથી આયાત થતી કેરી ઓર્ગેનિક ન હોય દક્ષિણ કોરિયાએ એક સમયે ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ હવે આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. જેને પગલે દક્ષિણ કોરિયાના અધિકારીઓ કેરીની ખરીદીના કોન્ટ્રાક્ટ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે સાવરકુંડલાના મોટા ભમોદરામાં ઓર્ગેનીક ફાર્મની મુલાકાત લીધી હતી.
સાવરકુંડલાના મોટા ભમોદરા ગામના વતની અને હાલમાં અમેરીકામાં રહેતા ડો. ભાસ્કર સવાણી પાછલા કેટલાક વર્ષોથી અમેરિકન લોકોને કાઠીયાવાડી કેસર કેરીનો સ્વાદ ચખાડી રહ્યા છે. તેઓ દુનિયાભરમાં કેસર પહોંચે તે માટે પ્રયત્નશીલ છે. તેમણે અને ડો નિરંજન સવાણીએ દક્ષિણ કોરિયામાં કેસર પહોંચે તે માટે પ્રયત્નો કર્યા હતા.
દક્ષિણ કોરિયાએ ભારતની કેરી પર પ્રતિબંધ મૂક્યો હોય તેમણે ભારતમાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટને રજૂઆત કરતાં કોરિયા સરકાર સાથે વાટાઘાટો થઈ હતી અને હવે કોરિયાએ આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. દક્ષિણ કોરિયાની સરકારના બે પ્રતિનિધિઓ હાલમાં સૌરાષ્ટ્રની મુલાકાતે છે. અને સૌરાષ્ટ્રમાં ઓર્ગેનિક કેસર કેરી ખરીદવાના એગ્રીમેન્ટ કરી રહ્યા છે. તેમણે સાવરકુંડલાના ભમોદરાના મધુભાઈ સવાણી સાથે પણ કેરીની ખરીદીના એગ્રીમેન્ટ કર્યા છે. આમ હવે કેસર કેરી દક્ષિણ કોરિયાના લોકોને પણ દાઢે વળગશે.
સૌરાષ્ટ્રના ખેડૂતોને થશે ફાયદો
સવાણી બંધુઓ સૌરાષ્ટ્રની કેસર કેરી અમેરિકામાં મોકલી રહ્યા છે. આમ પણ યુરોપના દેશો અને સાઉદી કન્ટ્રીમાં આ કેરી જાય છે. હવે દક્ષિણ કોરિયામાં પણ કેસર જશે. જેનાથી ખેડૂતોને ફાયદો થશે.
દક્ષિણ કોરિયાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે યોંગ યોનગઝુએ ભમોદરાના ઓર્ગેનીક ફાર્મની મુલાકાત દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે કેસર કેરી ઉપરાંત રાજાપુરી કેરી ખરીદીમા પણ તેમનો દેશ રસ દાખવી રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-kathiwaadi-kesar-mango-will-now-taste-the-south-korean-people-gujarati-news-5849962-PHO.html?seq=2

No comments: