Tuesday, June 30, 2015

ગિરનારમાં ભારે વરસાદ પડે તો પણ વનરાજને ઉનીઆંચ આવે તેમ નથી.


  • DivyaBhaskar News Network
  • Jun 28, 2015, 04:00 AM IST
અમરેલીમાંપડેલા ભારે વરસાદનાં પગલે 9 સિંહનાં મોત થયા છે. જૂનાગઢ ગિરનાર પર્વતમાં પણ સિંહનો વસવાટ છે. પરંતુ સારી વાત છે કે ગિરનાર પર્વણ ઉપર ભારે વરસાદથી સિંહ ઉપર ખાસ જોખમ નથી. ગિરનાર પર્વતમાંથી સોનરખ અને ગુડાજલી બે નદી નિકળે છે.તેમા પુર આવવાથી સિંહ ઉપર જોખમ રહેતુ નથી.જયારે 1983માં જળ હોનારત વખતે પણ જૂનાગઢમાં ખાસ નુકશાન થયુ હતુ.

અમરેલીમાં મંગળવારની રાત્રીનાં ભારે વરસાદથી તબાહી મચી ગઇ છે. તેમાં 31 કરતા વધુ માનવ જીંદગી ,સેકડોની સંખ્યામાં પશુઓનાં મોત થયા છે.ગુજરાતની ઓળખ તેવા 9 સિંહ પણ મોતને ભેટ્યા છે. અમરેલીમાં શેત્રુજી નદીનાં પટ્ટમાં નવી વસાહત ઉભી કરી રહેતા સિંહ ઉપર મોત ત્રાટક્યુ હતુ. અમરેલી ઉપરાંત જૂનાગઢ,ગિર-સોમનાથ,ભાવનગર અને ગિરનાર પર્વતમાં પણ સિંહનો વસવાટ છે. ગિરનાર પર્વતનાં ઉતર અને દક્ષિણ ડૂંગર રેન્જમાં 35 જેટલા સિંહનો વસવાટ છે. તેમજ ગિરનાર પર્વતમાંથી સોનરખ અને ગુડાજલી નદી નિકળે છે.જે આગળ જતા ઓઝત અને ઉબેણ નદીને મળી જાય છે. બન્ને નદીની આસપાસ સિંહ રહે છે . પરંતુ ચોમાસા દરમિયાન સિંહ ઉપર જતા રહે છે. તેમજ ડુંગરાળ પ્રદેશ હોવાનાં કારણે પાણી વહી જાય છે. જેના કારણે સિંહ ઉપર જોખમ રહેતુ નથી. પછી તો કુદરતનાં કહેર સામે કોઇ ટકી શકતુ નથી. તે પણ સત્ય છે. ઉપરાંત 1983માં જૂનાગઢમાં જળ હોનારત વખતે શહેરનાં નહેરૂપાર્કમાં તબાહી થઇ હતી.જૂનાગઢનાં અન્ય વિસ્તારમાં ખાસ કોઇ નુકશાની થઇ હતી. જૂનાગઢ શહેર ઉપરવાસમાં હોય લાંબો સમય સુધી શહેરમાં પાણી પણ ટકતુ નથી.

પુર વચ્ચે કોઇ વન્ય પ્રાણી આવે તો જોખમ ખરૂ

આરએફઓપી.જી.મારૂએજણાવ્યુ હતુ કે, ગિરનાર પર્વત હીલ વાળો વિસ્તાર છે. જેના કારણે પાણી ભરાતા નથી. ગિરનારનાં પાણી સોનરખ અને ગુડાજલી નદી નિકળે છે. ભારે વરસાદ વખતે મુશકેલી નથી .પરતુ જો કોઇ વન્ય પ્રાણી નદીનાં પુરમાં આવી જાય તો જોખમ રહેવાની સંભાવના છે.

શાપુરઅને વંથલી ઉપર વધુ જોખમ

જૂનાગઢશહેરનીભોગોલીક સ્થિતી એવી છે કે વરસાદનાં પાણી લાંબો સમય ભરેલા રહેતા નથી. 1983ની હોનારત વખતે પણ શહેરનાં નહેરૂ પાર્ક વિસ્તારમાં તબાહી થઇ હતી. પરંતુ જૂનાગઢમાં પડેલા ભારે વરસાદથી શાપુર,વંથલી અને તેના આસપાસનાં ગામડાઓમાં જોખમ રહે તેમ છે.

No comments: