![સુત્રાપાડાનાં લોઢવામાં ત્રણ બચ્ચા સાથે દીપડી પાંજરે પુરાઇ સુત્રાપાડાનાં લોઢવામાં ત્રણ બચ્ચા સાથે દીપડી પાંજરે પુરાઇ](http://i9.dainikbhaskar.com/thumbnail/680x588/web2images/www.divyabhaskar.co.in/2015/06/30/ahm-c1703220-large.jpg)
- DivyaBhaskar News Network
- Jun 30, 2015, 04:40 AM IST
વિસાવદરપંથકમાં થોડા દિવસ પૂર્વે પ્રેમપરામાં ભરબજારમાં આંટો મારી મકાનમાં ઘુસી ગયા બાદ રવિવારે સરસઇ ગામે એક યુવાનને ઘાયલ કર્યો અને આજે મોણીયા ગામે દીપડી કુવામાં ખાબકી ગઇ હતી.
વિસાવદરનાં સરસઇ ગામે જયેશ વિઠ્ઠલભાઇ સાવલીયાનું ઘર અને ખેતર બાજુમાં હોય રવિવારે ઓરડીનો દરવાજો ખોલતા અંદર લપાઇને બેસેલા દીપડાએ હુમલો કરી દઇ માથા અને હાથનાં ભાગે ઇજા પહોંચાડી હતી. તેમને પ્રથમ વિસાવદર અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડ્યા હતા. જ્યારે વન તંત્રએ દીપડાને પકડવા પાંજરૂ ગોઠવી દીધું છે. જ્યારે આજે મોણીયા ગામે સીમમાં આવેલ અરવિંદભાઇ નારણભાઇ અમીપરાનાં ખેતરનાં કુવામાં 7 વર્ષની દીપડી ખાબકી જતાં આરએફઓ આર.ડી.વંશ અને સ્ટાફે દોડી જઇ રેસ્કયુ કરી તેને બહાર કાઢી સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપી હતી.
ત્રણ બચ્ચાં સાથે દીપડી પાંજરે પુરાતા ખેડૂતોએ રાહત અનુભવી /- સંજયઝાલા
વનતંત્રએ કુવામાં રેસ્કયુ કરી દિપડીને બહાર કાઢી /- વિપુલલાલાણી
માંગરોળનાં શેપામાંથી દીપડી પાંજરે કેદ
માંગરોળનાંશેપાગામેએક મકાનમાં ત્રણ બચ્ચાને જન્મ આપનાર દીપડી પણ પાંજરે પુરાઇ હતી.
No comments:
Post a Comment