Tuesday, June 30, 2015

રાજુલા: ચાર સાવજોએ સીમમાં કર્યુ બે બળદનું મારણ, ખેડૂતોમાં ફફડાટ

રાજુલા: ચાર સાવજોએ સીમમાં કર્યુ બે બળદનું મારણ, ખેડૂતોમાં ફફડાટ
  • Bhaskar News, Rajula
  • Jun 29, 2015, 00:28 AM IST
- જાફરાબાદ તાલુકાના સરોવડામાં ચાર સાવજોએ સીમમાં કર્યુ બે બળદનું મારણ
- ખેતીની સિઝનમાં સાવજોના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ

રાજુલા: રાજુલા જાફરાબાદ પંથકમા દરિયાકાંઠે અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અનેક વખત આ સાવજો શિકારની શોધમાં વાડી ખેતરોમાં આવી ચડે છે અને પશુઓનુ મારણ કરે છે ત્યારે ગતરાત્રીના અહી આવેલ સરોવડા ગામે એક વાડીમા ચાર સાવજોનુ ટોળુ આવી ચડયુ હતુ અને અહી બે બળદોનુ મારણ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. ચાર સાવજોએ બે બળદનુ મારણ કર્યાની આ ઘટના જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે ગતરાત્રીના બની હતી.અહી આવેલ ભરતભાઇ દેવાતભાઇ વરૂની વાડીમાં ચાર સાવજોનુ ટોળુ આવી ચડયુ હતુ. અને અહી બે બળદોનુ મારણ કરતા આસપાસના વિસ્તારોમાં લોકોમા ભય ફેલાયો છે.
 
હાલ એક તરફ વાવણી કાર્ય પણ પુરજોશમા ચાલી રહ્યું હોય સાવજોએ બે બળદનુ મારણ કરતા ખેડૂતને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. બનાવને પગલે અહી વનવિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. ખેડૂતને તાકિદે વળતર મળે તેવી ગ્રામજનોએ માંગણી પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠે અનેક સાવજોએ પોતાનુ રહેઠાણ બનાવ્યું છે. આ સાવજો અવારનવાર શિકારની શોધમાં દરિયાકાંઠા વિસ્તારોના ગામોમા આવી ચડે છે અને દુધાળા પશુઓનુ મારણ કરે છે. હાલ ખેતીની સિઝન ચાલી રહી હોય ખેડૂતો પણ વાવણી કાર્યમાં વાડી ખેતરોમાં જ હોવાથી ભયનો માહોલ ફેલાયો છે.

No comments: