Tuesday, June 30, 2015

અમરેલીમાં બારે મેઘ ખાંગા: દલખાણીયામાં આભ ફાટ્યું, બે કલાકમાં છ ઇંચ વરસાદ.

Bhaskar News, Amreli
Jun 20, 2015, 11:23 AM IST 
 
- ધારીનાં ગીરકાંઠાનાં વિસ્તારમાં મુશળધાર વરસાદ
- શેત્રુંજી નદીમાં ઘોડાપૂર ,પુષ્કળ પાણીની આવક
 
અહી એકધારો બે કલાક સુધી વરસાદ વરસતો રહ્યો હતો. જયારે સવારકુંડલામાં  દોઢ ઇંચ વરસાદ પડયો હતો. લોકોએ જણાવ્યું હતુ કે દલખાણીયામા સાંજ સુધીમાં છ ઇંચ વરસાદ પડી ગયો હતો. ધારી તાલુકાના દુધાળા, જીરા, અમૃતપુર, સરસીયા સહિતના ગીરકાંઠાના ગામોમાં ભારે વરસાદ ઝીંકાયો હતો. એટલુ જ નહી ગીર જંગલમાં પણ ભારે વરસાદ હોવાના વાવડ મળેલ છે.

વરસાદથી ગીરકાંઠાની શેત્રુજી, પદમાવતી, નતાળીયો વિગેરે નદીમાં ભારે પુર આવ્યું હતુ જેથી ખોડીયાર ડેમમા પણ પાણીની આવક શરૂ થઇ હતી. ધારીમાં પુર નીહાળવા લોકોની ભીડ ઉમટી પડી હતી.  
 
- ખોડિયાર ડેમમાં ત્રણ કલાકમાં ત્રણ ફુટ પાણી આવ્યું

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધારી નજીક આવેલ ખોડિયાર ડેમમાં ત્રણ કલાકમા ત્રણ ફુટ નવુ પાણી આવ્યુ હતુ જેથી સપાટી 53.50 ફુટે પહોંચી છે. ગોવિંદપુરમા રહેતા ચતુરભાઇ સરવૈયા તેમજ વિઠ્ઠલભાઇ ભટ્ટીએ જણાવ્યું હતુ કે અમારા ગામમા સાંબેલાધારે છ ઇંચ વરસાદ પડી ગયો છે જેને પગલે નદી નાળા અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.

No comments: