Tuesday, June 30, 2015

ભાણવડના રાણપરમાં દીપડાના હુમલાથી ઘાયલ મહિલાનું મૃત્યુ.


  • Bhaskar News, BHanvad
  • Jun 25, 2015, 02:56 AM IST
- બાળકીને સારવાર માટે હોસ્પિ.માં ખસેડાઇ
- દીપડાની શોધખોળ કરવા વન િવભાગ ટુકડી દ્વારા કવાયત

ભાણવડ : ભાણવડ તાલુકાના રાણપર ગામે મધરાત્રે ફળીયામાં સુતેલા મા-પુત્રી ઉપર દિપડાએ હુમલો કરતા માતાનું મોત નિપજયું હતું જયારે દેકારો બોલતા દિપડાે ભાગી છુટતા પુત્રીનો બચાવ થયો હતો. ઘટનાને પગલે વન વિભાગની ટીમે દિપડાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ભાણવડ તાલુકાના રાણપર ગામે ગત મોડી રાત્રે 12.35 કલાકના અરસામાં બરડા ડુંગર વિસ્તારમાંથી ઘસી આવેલા એક દિપડાએ રાણપર ગામે મસ્જીદની સામે રહેતા બિલ્કીશબેન મુસ્તફાભાઇ જુસબમીયા કાદરી (ઉ.વ.48) તેના ઘરના ફળિયામાં સુતા હતા તેના ઉપર હુમલો કર્યો હતો. બિલ્કીશબેનને માથા ગળાના ભાગે તેમજ હાથના ભાગે બટકા ભરી ફાડી નાખી હતી. આ હુમલાથી બિલ્કીશબેન અને તેની પુત્રીએ દેકારો કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. દેકારાને લીધે દિપડો નાશી છુટયો હતો.

દિપડાના હુમલામાં ઘવાયેલા બિલ્કીશબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. ઘરના તથા ગ્રામજનો મૃતદેહને લઇને ભાણવડ સરકારી હોસ્પિટલ પહોચ્યા હતાં પરંતુ ડોકટર હાજર ન હોવાથી 2 કલાક મૃતદેહ પડી રહેલો અને સવારે 9.30 કલાકે ડોકટર આવતા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ હતી આ ઘટનાને પગલે ભાણવડ વન વિભાગની ટીમે દિપડાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. ભુતકાળમાં દિપડાએ અા પંથકમાં દેખા દીધા હોવાના બનાવ અવાર-નવાર બનવા પામ્યા છે.

No comments: