Tuesday, June 30, 2015

લીલિયા બૃહદગીર વિસ્તારમાં રહેલી ઇજાગ્રસ્ત સિંહણને સારવાર અપાઇ.

Bhaskar News, Liliya
Jun 08, 2015, 01:27 AM IST
લીલિયા બૃહદગીર વિસ્તારમાં રહેલી ઇજાગ્રસ્ત સિંહણને સારવાર અપાઇ
- અઢી વર્ષની સિંહણને જમણા પગે ઇજા પહોંચી હતી

લીલિયા: લીલિયા બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરે છે. અહીંના ટીંબડી વિસ્તારમાં એક સિંહણ ઇજાગ્રસ્ત હોવાની વનવિભાગને જાણ થતાં વનવિભાગનો સ્ટાફ અહીં દોડી આવ્યો હતો અને આ સિંહણને લોકટ કરી બેભાન કરી સિંહણને સારવાર આપવામાં આવી હતી.

 લીલિયા તાબાના ટીંબડી ગામ નજીક એક સિંહણ ઇજાગ્રસ્ત હાલતમાં આંટાફેરા મારી રહી હોય આ અંગે વનવિભાગને પેટ્રોલિંગ દરમિયાન જાણ થઇ હતી. વનવિભાગના ફોરેસ્ટર બી.એમ.રાઠોડ, કે.જી.ગોહિલ, ચાવડા, વેટરનરી ડો. વામજા, ટ્રેકર નાણભાઇ ભરવાડ, તુષાર મહેતા, મેરાભાઇ, ફિરોઝભાઇ સહિત અહીં દોડી આવ્યા હતા.  ગતરાત્રિના રેસ્કયુ ટીમે અહીંના ટીંબડી વિસ્તારમાંથી આ સિંહણને લોકેટ કરી બેભાન કરી સારવાર આપવામાં આવી હતી. આ સિંહણને જમણા પગમાં ઇજા થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અહીના બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજોને અહીં પૂરતા પ્રમાણમાં ખોરાક અને પાણી મળી રહે છે.

No comments: