Tuesday, June 30, 2020

રાજુલા / 10 માસનું સિંહબાળ બીમાર પડ્યું, વન વિભાગે રેસ્કયુ કરી પાંજરે પૂરી એનિમલ કેર સેન્ટર ખસેડ્યું


સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી

  • ગણતરીની મિનિટોમાં જ વન વિભાગે આ ઓપરેશન પાર પાડ્યું

દિવ્ય ભાસ્કર

Jun 07, 2020, 02:56 PM IST

અમરેલી. રાજુલા તાલુકાના મોટા અગરીયા અને વાવડી ગામ જવાના રસ્તાની બાજુમાં 10 માસનું સિંહબાળ બીમાર હાલતમાં જોવા મળ્યું હતું. આથી સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સિંહબાળનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યું હતું. ગણતરીની મિનિટોમાં જ વન વિભાગે આ ઓપરેશન પાર પાડ્યું હતું. સિંહબાળ બીમાર પડતા વન વિભાગના અધિકારીઓમાં ચિંતા જોવા મળી હતી. સિંહબાળને સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે. 

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/forest-team-rescue-operation-of-unhealthy-lion-cub-near-rajula-127384229.html

No comments: