Tuesday, June 30, 2020

વિરોધ / ગાર્ડ માંથી ફોરેસ્ટરની બઢતી માન્ય રાખવા નિર્ણય સામે ઉઠતો વિરોધ

 

  • અમાન્ય તથા સમય મર્યાદા બહાર રજુ થયેલા સીસીસી સર્ટિ. હોવા છતાં
  • સીસીસી બાબતે સરકારના પરિપત્રોનો ઉલ્લંઘન કરી કુલડીમાં ગોળ ભાંગવાની નીતિ સામે સવાલો

દિવ્ય ભાસ્કર

Jun 15, 2020, 05:55 AM IST

વિસાવદર. વનવિભાગમાં ગાર્ડમાંથી ફોરેસ્ટર તરીકે પ્રમોશન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં સી.સી.સી મુદ્દે વન વિભાગના અધિકારીઓના નિર્ણય સામે ખુદ તેના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા માન્યતા આપવામાં નથી આવેલ તેવા સેન્ટરોમાં સીસીસી પાસ કરેલ તથા સમય મર્યાદામાં સીસીસી સર્ટિફિકેટ રજુ ન કરી શકનાર વનકર્મીઓને પણ પ્રમોશન આપવાના નિર્ણય બાબતે ભારોભાર રોષ ફેલાઇ રહ્યો છે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓના આ નિર્ણય સામે સમગ્ર ગુજરાતભરના અન્યાયનો ભોગ બનેલ વન કર્મીઓ દ્વારા વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. 

વન વિભાગમાં ફિક્સ પગારથી નિમણૂક થયેલા કર્મચારીઓએ દાખલ થયા બાદ અજમાયશી સમય ગાળા દરમિયાન સીસીસી પરીક્ષા માન્ય સંસ્થા માંથી પાસ કરેલી ન હોય તો આગામી બે વર્ષમાં આવી પરીક્ષાઓ પાસ કરે ત્યારે નિયમિત નિમણૂંક આપવી અને તેઓ નિયત સમયમર્યાદામાં પરીક્ષા પાસ ન કરે તો છુટા કરવા અને જ્યારે પરીક્ષા પાસ કરે ત્યારે પરત સેવામાં લેવા તેવી જોગવાઈ છે જે વન રક્ષકોએ દાખલ થયા બાદ નિયમિત નિમણૂંક નાં બે વર્ષ બાદ પણ પરીક્ષા પાસ કરી નથી તેઓએ જ્યારે આવી પરીક્ષા પાસ કરેલ છે તે તારીખ ધ્યાનમાં લઇ તેઓની સિનિયોરીટી નક્કી કરવામાં આવેલ છે.  આવા ફોરેસ્ટ ગાર્ડ માન્ય નથી તેવા સીસીસી સર્ટી રજુ કર્યા હતા તેના આધારે તેઓને નિયમિત નિમણૂંક આપવામાં પણ આવી હતી પરંતુ વનવિભાગ તરફથી તેઓના સર્ટી માન્ય નથી તે અંગેની જાણ કરવામાં આવી ન હતી.

ભરતીના સાત વર્ષમાં સીસીસી પાસ કરેલ નથી તેથી તેઓની સિનિયોરીટી લુઝ થશે તેવો નિર્ણય લેવામાં આવેલ તે ઉચિત નથી તેમ જણાવવામાં આવ્યું હતું આ મામલે આ મામલે જૂનાગઢ સર્કલના 63 ફોરેસ્ટ ગાર્ડને ફોરેસ્ટર તરીકે પ્રમોશન આપવાની તજવીજ ચાલી રહી છે સમયમર્યાદા બાદ પણ માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ કરી છે તેને સિનિયર રીતે યથાવત રાખવા વન વિભાગે નિર્ણય કર્યો છે જેની સામે સમય મર્યાદા કે માન્ય સંસ્થા માંથી સીસીસી પરીક્ષા પાસ કરેલ છે.તેવા વનકર્મીઓ માંથી વિરોધનો ગણગણાટ શરૂ થયો છે. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીસીસી મુદ્દે વનવિભાગના અમુક ગાર્ડ દ્વારા આ મુદ્દે ફંડ ફાળા પણ ઉઘરાવવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે ગુજરાત સરકારના સીસીસી મુદ્દે બહાર પાડવામાં આવેલા વર્ષ-૨૦૦૭ તથા વર્ષ ૨૦૧૫ના પરિપત્રોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે આ મુદ્દે કોર્ટના પણ દ્વાર ખખડાવવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે વનવિભાગ ના બેવડાં ધોરણો સામે ભારોભાર રોષ ફેલાઇ રહ્યો છે
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/visavadar/news/opposition-to-forresters-promotion-from-guard-127411216.html

No comments: