દિવ્ય ભાસ્કર
Jun 20, 2020, 04:00 AM ISTજૂનાગઢ. સામાન્ય રીતે 15 જૂન પછી વરસાદ થતો હોય છે. પરંતુ નિસર્ગ વાવાઝોડાનાં પગલે વહેલા વરસાદની પધરામણી થતાં ગિરનાર જંગલ લીલુછમ બની ગયું છે. દરમિયાન છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ગિરનાર જંગલ અને વિલીંગ્ડન ડેમ પર રૂની પુણી જેવા સફેદ વાદળોની ચાદર છવાઇ છતાં મનોરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/willingdon-dam-a-sheet-of-clouds-over-girnar-forest-127426544.html

No comments:
Post a Comment