Tuesday, June 30, 2020

વરસાદી માહોલમાં શિકારની શોધમાં 8 સિંહોનું ટોળું ગામમાં ઘુસ્યુ, CCTVમાં કેદ


  • ગામમાં 8 સિંહોના પ્રવેશનો વીડિયો CCTVમાં કેદ

દિવ્ય ભાસ્કર

Jun 13, 2020, 03:12 PM IST

ગીર પંથકમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે બીજી તરફ શિકારની શોધમાં 8 સિંહોનું ટોળું ગામમાં પ્રવેશ કરતું CCTVમાં કેદ થઈ ગયું છે. ગીરના ગામનો આ સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. બીજી તરફ જૂનાગઢના વિલિંડન ડેમ નજીકના જંગલમાં એક સિંહ જોવા મળ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

 રાતના સમયે એક સાથે 8 સિંહો જોવા મળ્યાં
એક સાથે 8 સિંહો રાત્રે 12.07 મિનિટે ગામમાં પ્રવેશ કરતા CCTVમાં કેદ થઈ ગયા હતા. જો કે ગીરના ક્યા ગામમાં આ સિંહો ઘુસ્યા તે અંગે વનવિભાગ પણ અજાણ છે. આ વીડિયો ગીર અથવા રેવન્યુ વિસ્તારનો પણ હોય શકે છે. ઉલ્લેખનિય છે કે વરસાદનાં વાતાવરણમાં ઘણી વખત સિંહો ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં ચડી આવતા હોય છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/8-lions-enter-in-gir-village-captured-on-cctv-127405343.html

No comments: