Tuesday, June 30, 2020

ખેતરમાં ઘાસ વાઢતા ખેડૂત પર દીપડાએ અચાનક હુમલો કર્યો, લોહીલૂહાણ


ખેડૂતના મોઢાના ભાગે દીપડાએ નહોર ભરાવ્યા હતા
ખેડૂતના મોઢાના ભાગે દીપડાએ નહોર ભરાવ્યા હતા

  • ગંભીર ઇજા પહોંચતા ખેડૂતને સારવાર માટે ઉના હોસ્પિટલે ખસેડાયા

દિવ્ય ભાસ્કર

Jun 11, 2020, 03:20 PM IST

ઉના. ઉનાના ગુંદાળા ગામની સીમમાં ખેડૂત પોતાની વાડીમાં સવારે ઘાસ વાઢી રહ્યા હતા ત્યારે દીપડાએ પાછળથી અચાનક હુમલો કરી દીધો હતો. દીપડાના હુમલાથી ખેડૂત લોહીલૂહાણ બની ગયા હતા. હુમલો કરતા જ ખેડૂતે બૂમો પાડતા આજુબાજના ખેતરમાંથી ખેડૂતો દોડી આવતા દીપડો નાસી ગયો હતો. જો કે, ખેડૂતને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ઉનાની સરકારી સ્પિટલમાં ખસેડાયા છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં 15 જેટલા દીપડા વસવાટ કરી રહ્યા છે. દીપડાના વધતા આતંકથી ખેડૂતો પોતાની વાડીએ પણ જઇ શકતા નથી. આ અંગે વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.  

(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/leopard-attack-on-farmer-near-una-127398323.html?art=next

No comments: