Tuesday, June 30, 2020

વન્યપ્રાણીઓની માર્ગાે પર લટાર,અકસ્માતનું જોખમ

  • રાજુલા-જાફરાબાદ પંથકના હાઇવે પર સિંહાેની સતત અવરજવર રહે છે

દિવ્ય ભાસ્કર

Jun 19, 2020, 04:00 AM IST

રાજુલા. રાજુલા જાફરાબાદ પંથકમા કાેસ્ટલ હાઇવે પર હાલ ચાેમાસા દરમિયાન માર્ગાે પર સિંહાે સહિત વન્યપ્રાણીઓની સતત અવરજવર વધી છે. જેના કારણે પ્રાણીઓ વાહન હડફેટે આવી જવાની સિંહપ્રેમીઓને ભિતી સતાવી રહી છે. હાલ વનવિભાગ દ્વારા પેટ્રાેલીંગ પણ કરવામા આવી રહ્યું ન હાેવાનુ કહેવાઇ રહ્યું છે. જેના કારણે વન્યપ્રાણીઓ પર અકસ્માતનુ જાેખમ ઉભુ થયુ છે.

રાજુલા જાફરાબાદના કાેસ્ટલ હાઇવે પર અવારનવાર સિંહાે લટાર મારતા જાેવા મળી રહ્યાં છે. ભુતકાળમા અહી વાહન અકસ્માતમા અનેક સિંહાે માેતને પણ ભેટી ચુકયા છે. ત્યારે સિંહોની સુરક્ષા કરવી અતિ મહત્વની બની ગઈ છે. સાથે આખાય કોસ્ટલ બેલ્ટ વિસ્તારમા વાહનોની અવરજવર 24 કલાક છે. તેની સાથે સિંહોની સંખ્યા વધી છે. જેથી સિંહબાળ સાથે આખો પરિવાર દિવસ દરમ્યાન માર્ગો ક્રોસિંગ અને લટારો મારતા હોય છે. સેંકડો વખત આ પ્રકારના વિડીયાે પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.

પરંતુ આ ઘટનાને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ રૂટિન માને છે. જ્યારે કોઈ મોટો અકસ્માત સર્જાશે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દોડી આવશે. અને વિજિટ કરશે, વાહનોની શોધખોળ કરશે. પરંતુ પહેલાથી તકેદારી રાખવામા આવે તો સિંહોના અકસ્માત થતા અટકી જાય તેમ છે.હાલમા સ્થાનીક ફોરેસ્ટરો અને ગાર્ડ અને ટ્રેકરો ઉપર મોટાભાગની જવાબદારી હોવાને કારણે સિંહો પર જોખમ ચોક્કસપણે વર્તાઇ રહ્યુ છે. બીજી તરફ તાલુકા કક્ષાના અધિકારી 24 કલાક દિવસ રાત પેટ્રોલિંગ કરી ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે સિંહો ક્રોસીંગ કરે છે તેની તકેદારી રાખે અને તપાસ કરે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

કયા માર્ગાે પર સિંહાેની વધુ અવરજવર ?
વિક્ટરથી લઈ પીપાવાવ પોર્ટ ફોરવે ચારનાળા, લોઠપુર વિસ્તાર,કોવાયા વિસ્તાર,બી.એમ.એસ વિસ્તાર પોર્ટ વિસ્તાર, પીપાવાવ રીલાન્સ વિસ્તાર, ભાકોદર આસપાસના વિસ્તાર,ચારનાળાથી નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, ટીબી, કાગવદર, બાલાનીવાવaસહિત હાઇવે પર સિંહાે રોડ ક્રોસિંગ સૌથી વધુ કરે છેે.  

પાણી, ખાેરાકની શાેધમાં સિંહાે ગામડામાં આવે છે
જંગલ કે રેવન્યુ વિસ્તારમા અવારનવાર સિંહાે ખાેરાક કે પાણીની શાેધમા છેક ગામ સુધી આવી ચડે છે. ત્યારે જંગલમા જ સિંહાેને ખાેરાક અને પાણી મળી રહે તેવી સુવિધા વનતંત્રએ ઉભી કરવી જાેઇએ. અહી કેટલાક સ્થળાેએ પાણીની કુંડીઓ પણ નિયમીત ભરવામા નથી આવતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/wandering-on-a-wildlife-trail-risk-of-an-accident-127423837.html

No comments: