- કોઇ જાનહાની ન થતાં વાડી વિસ્તારમાં છોડી મુકાયું
દિવ્ય ભાસ્કર
Jun 22, 2020, 06:00 AM ISTવીજપડી. સાવરકુંડલા તાલુકાના દોલતી ગામના પાદરમાં આવેલા નાળામાં ગઈરાત્રી દરમિયાન એક જંગલી રોઝડુ ફસાયું હતું. સવારે દોલતીના નીતિનભાઈ છોડવડીયાને ઘટનાની જાણ થતાં લાયન નેચર ફાઉન્ડેશનને જાણ કરી હતી. જેના પગલે સંસ્થા દ્વારા સાવરકુંડલા નોર્મલ રેન્જને જાણ કરી હતી. જેના બગલે દોલતી બીટના રઘુવીરભાઈ બોરીયા અને ધીમેન લોઠીયા ઘટના સ્થળ પર પહોંચી રોઝનું રેસ્ક્યુ કર્યું હતું. અહીં રોઝને કોઈ પ્રકારની ઇજા ન થતા તેમને ફરી વાડી વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/youth-and-forest-department-rescued-rose-trapped-in-a-ditch-in-dolati-127433396.html

No comments:
Post a Comment