Tuesday, June 30, 2020

એક્સચેન્જ પ્રોગ્રામ / સક્કરબાગમાં વિદેશી પક્ષીના ઇંડાનો કૃત્રિમ રીતે ઉછેર


Artificial breeding of exotic bird eggs in Sakkarbagh

  • ઇંડાઓનો ઉછેરથી પક્ષીઓની સંખ્યા વધતા અન્ય જિલ્લામાં બ્રિડીંગ સેન્ટર શરૂ

દિવ્ય ભાસ્કર

Jun 19, 2020, 05:33 AM IST

જૂનાગઢ. જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે દેશ-વિદેશના વિવિધ પ્રાણી, પક્ષીઓ જોવા મળી રહ્યા છે. એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ દેશના વિવિધ ઝૂને ગીરના સિંહ સહિતના પ્રાણી અને વિવિધ પક્ષીઓ પણ આપવામાં આવે છે. જ્યારે તેની સામે વિવિધ દેશ-વિદેશના પ્રાણી, પક્ષીઓ પણ લઇ આવવામાં આવે છે. 

સક્કરબાગ ઝૂમાં વિવિધ જાતના 600થી વધુ પક્ષીઓ છે. સક્કરબાગ ઝૂમાં વિદેશી પક્ષીઓ છે જે ઇંડા આપે છે પણ ઉછેર કરતા નથી. આથી તેનું બ્રિડીંગ સેન્ટર વધારવા માટે કૃત્રિમ રીતે ઉછેર થાય તે શરૂ કર્યુ હતું. જેમાં સફળતા મળી છે અને ઇંડામાંથી બચ્ચાની સંખ્યા વધતા આ પક્ષીઓને અન્ય ઝૂમાં પણ મોકલવામાં આવી રહ્યા છે. જ્યાં ઝૂની પધ્ધતિ પ્રમાણે બ્રિડીંગ સેન્ટરમાં વધારો થશે. ઝૂમાં ફિઝન્ટ, રેડ જંગલ ફાઉન્ડ અને ગીંધ જેવા પક્ષી છે જે ઇંડાનો ઉછેર કરતા નથી. પરંતુ કૃત્રિમ રીતે ઉછેર થતા તેનું બ્રિડીંગ સેન્ટર વધુ રહ્યું છે. હાલ ઝૂમાં 30 ફિઝન્ટ, 35 રેડ જંગલ ફાઉન્ડ અને 50 ગીધ હોવાનું જાણવા મળી રહ્યું છે. 

3 જાતના પક્ષી જે ઇંડા ઉછેરતા નથી
વિદેશી પક્ષી તરીકે ઓળખાતા સિલ્વર ફિઝન્ટ, ગોલ્ડ ફિઝન્ટ, લેડીયામ ફિઝન્ટ તેમજ રેડ જંગલ ફાઉન્ડ અને ગીંધનો સમાવેશ થાય છે જે ઇંડા તો આપી દે છે પણ તેના ઉછેર માટે તેના પર બેસતા નથી.

જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં જ ઇંડાના ઉછેર માટે ઇન્કુબેટર બનાવ્યું
સક્કરબાગ ઝૂમાં ઇંડાના ઉછેર માટે ઇન્કુબેટર બનાવ્યું છે. જેમાં ઇંડા મુકવાથી ટેમ્પ્રેસર અને ઇમ્યુનિટી ઓટોમેટીક થતી હોવાથી ઇંડાનો ઉછેર થાય અને સમયસર તેમાંથી બચ્ચા બહાર આવે છે. > ડો.આર.એફ.કડીવાર, સક્કરબાગ ઝૂ.

ફિઝન્ટના 28 દિવસે અને ગીંધના 52 દિવસે ઇંડામાંથી બચ્ચા નિકળે
પક્ષી    એક વર્ષમાં ઇંડા    સમય
ફિઝન્ટ           10            28
રેડ ફાઉન્ડ    28-30         28
ગીંધ               1            52-50
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/artificial-breeding-of-exotic-bird-eggs-in-sakkarbagh-127423448.html

No comments: