Tuesday, June 30, 2020

પ્રકૃતિ / બોરડીના ઝાડે આવેલી સુગરી કોલોની


Sugarcane colony in Bordi

દિવ્ય ભાસ્કર

Jun 14, 2020, 04:00 AM IST

ઊના. ઊના વેરાવળ રોડ પર આવેલ શિવાજી પાર્ક સોસાયટીના રહેણાંકીય વિસ્તારના ખુલ્લા પ્લોટમાં સુગરીએ બોરડીના ઝાડ પર 35 થી વધુ માળાઓ બનાવી રહેણાંક બનાવ્યું છે. સુગરી તેના માળા માટે પ્રખ્યાત પક્ષી ગણાય છે. વૈશ્વિક સ્તરે પક્ષીઓની જાતમાં આર્કિટેક્ટ એન્જીનિયરની આગવી ઓળખ ધરાવનાર આ નર સુગરી ખુબજ ચતુરાઇ પૂર્વક માળાનું સર્જન કરે છે.

આ સુગરી પોતાનો માળો બનાવવા ડાળીનો છેડો પસંદ કરે છે. જોકે આ માળામાં સાપ જેવા ઘાતક જીવ તેના ઘર સુધી પહોચી ન શકે તેથી ઝાડના છેડે પાતળી ડાળી પર બનાવે છે. માળામાં ભીની માટી રાખી સુગરી પવનથી પોતાના માળાને સુરક્ષીત રાખે છે. જેથી ભારે પવનમાં ઘાસથી બનેલો આ માળો ઉડી ન શકે અને આ પક્ષીનું નામ સુગૃહી શબ્દ પરથી પડ્યુ છે જેનો અર્થ સારૂ ઘર બનાવનાર થાય છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/sugarcane-colony-in-bordi-127407188.html

No comments: