Tuesday, June 30, 2020

અમરેલી / કોરોનાના કહેર વચ્ચે વહેલી સવારે રાજુલામાં મોટી સંખ્યામાં ચામાચીડિયાંના ઝુંડ ઉડતા લોકોમાં ફફડાટ, વીડિયો વાઇરલ


એક સાથે હજારોની સંખ્યામાં ચામાચીડિયા જોવા મળી રહ્યા છે

  • સાંજના સમયે અને વહેલી સવારે ચામાચીડિયાં જોવા મળી રહ્યા છે

દિવ્ય ભાસ્કર

Jun 04, 2020, 12:56 PM IST

અમરેલી. કોરોનાના કહેર વચ્ચે અમરેલીના રાજુલામાં ચામાચીડિયાંના ઝુંડ દેખાતા લોકોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. શહેરના જાફરાબાદ રોડ પર આવેલા વૃક્ષો પર એક સાથે મોટી સંખ્યામાં ચામચીડિયાના ઝુંડ જોવા મળ્યા હતા. જેને લઈને લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.  આ ચામાચીડિયા સાંજના સમયે અને વહેલી સવારે જોવા મળી રહ્યાં છે. ચામાચીડિયાના વીડિયો ઉતારીને સ્થાનિક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવી રહ્યા છે. એક સાથે હજારોની સંખ્યામાં ચામાચીડિયા જોવા મળી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/large-swarms-of-bats-flying-in-rajula-127373360.html

No comments: