Tuesday, June 30, 2020

જિલ્લામાં 108ના કર્મીઓનો પર્યાવરણ સુરક્ષાનો સંકલ્પ, વિશ્વ પર્યાવરણ દિનની અનોખી રીતે ઉજવણી


The environmental protection of 108 workers in the district, a unique celebration of World Environment Day

દિવ્ય ભાસ્કર

Jun 07, 2020, 04:00 AM IST

અમરેલી. અમરેલી જિલ્લામા 108ના કર્મચારીઓએ કોરોના વાયરસની મહામારી વચ્ચે વિશ્વ પર્યાવરણ દિનની અનોખી રીતે ઉજવણી કરી હતી. અહીં તેમણે લોકોની ચોવીસ કલાકની મદદની સાથે પર્યાવરણની જાળવણીનો સંકલ્પ કર્યો હતો. જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પણ 108, મહિલા અભયમ અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ છેલ્લા બે માસથી કોરોના વાયરસની મહામારીમાં પણ સતત કાર્ય કરી રહ્યા છે. ત્યારે વિશ્વ પર્યાવરણના દિવસે પર્યાવરણ જતન, સંવર્ધન અને  પર્યાવરણને બચાવવા માટે સંકલ્પ કર્યો હતો. અહીં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણની ઉજવણી કરાઈ હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/the-environmental-protection-of-108-workers-in-the-district-a-unique-celebration-of-world-environment-day-127382428.html

No comments: