Thursday, March 11, 2010

તાલાળા, રાજુલા, જાફરાબાદ, પીપાવાવમાં કમોસમી વરસાદ.

રાજકોટ, તા.૧૦ :

તાલાળા પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજના સમયે આકાશમાં ચડી આવેલા વાદળોમાંથી હળવું વરસાદી ઝાપટું વરસી ગયાના અહેવાલો મળી રહ્યા છે. જ્યારે રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં મોડી રાત્રે વીજળી સાથે ઝરમર વરસાદ શરૃ થયો હોવાનું જાણવા મળેલ છે.તાલાલા પંથકમાં આજે સાંજે સાડા છ વાગ્યાથી સાત વાગ્યા વચ્ચે આકોલવાડી, સુરવા,મોરૃકા, જસાપુર અને રસુલપરા ગામમાં વરસાદનું હળવું ઝાપટું પડી ગયું હતું.તાલાલા પંથકમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

ઉનાળાની ઋતુંની શરૃઆત થઈ ગઈ હોવા છતા કમોસમી વરસાદી માહોલ જારી રહેતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. કેસર કેરીનો પાક તૈયાર થવામાં છે તેવી સ્થિતિ વચ્ચે જ જો વધારે વરસાદ પડે તો કેસરનો કચ્ચરઘાણ નિકળી જવાની ભીતિ પણ ખેડૂતોમાં પ્રસરી ગઈ છે.મોડી રાત્રે મળતા અહેવાલો અનુસાર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ અને આસપાસના વિસ્તારોમાં વીજળીના ઝબકારાઓ સાથે ઝરમર વરસાદ શરૃ થતા ખેડૂતોમાં તૈયાર પાકને લઈને ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=167006

No comments: