Thursday, March 25, 2010

મૃત સિંહના ગુમ થયેલા બે નખમાંથી એક નખ મળ્યો.

Monday, Mar 22nd, 2010, 2:24 am [IST]

danik bhaskarBhaskar News, Una

ઉના નજીક બાબરીયા રેન્જ વિસ્તારનાં જંગલમાંથી ગઇકાલે અત્યંત કોહવાયેલી હાલતમાં મળી આવેલા નર સિંહનું સ્થળ પર જ પી.એમ. કરાયું હતું. આ વૃદ્ધ સિંહનું બિમારીને કારણે મોત થયાનું તારણ બહાર આવ્યું છે. મૃત સિંહનાં ગુમ થયેલા બે નખ પૈકી એક નખ મળી આવ્યો હોવાનું વન વિભાગે જણાવ્યું છે.
બાબરીયા રેન્જનાં જાખીયા રાઉન્ડમાં મરછુન્દ્રી ડેમ નજીકથી ગઇકાલે એક નર સિંહનો અત્યંત કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આર. એફ. ઓ. વાધેલાએ આ અંગેની વિગત આપતાં જણાવ્યું હતું કે, મૃત સિંહની ઉમર ૧૪ વર્ષની હતી. બિમારીને કારણે આ વૃદ્ધ સિંહ મોતને ભેટયો હોવાનું તારણ નીકળ્યું છે.

સક્કરબાગ ઝુનાં વેટરનરી તબીબ ડો. ભુવા દ્વારા મૃત સિંહનું સ્થળ પર જ પી.એમ. કરાયું હતું. ત્યારબાદ મૃતદેહને અગ્નિદાહ અપાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુમ થયેલા બે નળ પૈકી એક નખ મળી આવ્યો છે. સિંહ વયોવૃદ્ધ હોવાથી કદાચ એક નખ અગાઉથી જ ધરાઇ જવાને નીકળી ગયો હોઇ શકે. છતાં બીજા નખને શોધવા પ્રયત્નો કરાઇ રહ્યા છે.

બાબરીયા રેન્જમાં પેટ્રોલિંગ થતું જ નથી?
આગામી દિવસોમાં સિંહની વસ્તી ગણત્રીનો પ્રારંભ થનાર હોઇ વનખાતા દ્વારા સિંહનું લોકેશન મેળવવા પેટ્રોલિંગ કરવું પડતું હોય છે. પરંતુ વનખાતા દ્વારા બાબરીયા રેન્જમાં પેટ્રોલિંગ થતું નહીં હોય કે સિંહનો મૃતદેહ ૧૦ દિવસ સુધી રઝળતો રહ્યો એવો સવાલ સંબંધિતોમાં ચર્ચાઇ રહ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/22/100322022442_dead_lion_in_gir_forest_nail_found_babaria_range.html

No comments: