Thursday, March 25, 2010

દીપડાનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો.

અમરેલી તા.ર૦ :

ધારીના પાદરમાંથી પાંચ દિવસ પહેલાં મૃત્યુ પામેલા પુખ્તવયના એક દિપડાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. દિપડાનું મૃત્યુ ઈનફાઈટના કારણે થયાનું વનવિભાગનું અનુમાન છે.

ધારીના પાદરમાં આવેલા ખોખરા મહાદેવ મંદિરના પાછળના ભાગના રેવન્યુ વિસ્તારમાંથી ગઈ સાંજના જાહેર જનતાની બાતમીના આધરે વનવિભાગે એક પુખ્તવયના દિપડાનો મૃતદેહ કબ્જે કર્યો હતો.

સ્થળ પરથી મળી આવેલ દીપડાનું સ્થળ પર જ પી.એમ. કરવું પડતુ હતુ. કારણ કે તેનું મોત ચાર-પાંચ દિવસ પહેલા જ થઈ ચુકયુ હોવાથી તે કોહવાઈ ગયો હતો. આખા શરીરમાં જીવાત પડી ગઈ હતી અને દુર્ગધ મારતો હતો.પી.એમ.બાદ તેના શરીર જમણા પડખામાં ગંભીર ઈજાઓ જણાઈ આવતા તેનું મૃત્યુ ઈનફાઈટ લડાઈના કારણે થયાનું વનવિભાગનું અનુમાન છે. તેમ છતાં તેના વિસેરા જુનાગઢ ખાતે પરીક્ષણ માટે મોકલાવાયા છે. પીએમ બાદ તેનું સ્થળ પર જ અગ્નિદાહ આપી દેવાયો છે.નવાઈની વાત એ છે કે જે સ્થળેથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો તે સ્થળથી ધારી વનવિભાગની કચેરી માત્ર પાંચ કિ.મી. દુર આવેલી છે તેમ છતાં ચાર-પાંચ દિવસથી મૃત હાલતમાં પડેલ દીપડાની જાણ વનવિભાગને થઈ શકી ન હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=170236

No comments: