Thursday, March 25, 2010

મારણ હોય કે માર્ગ, વનરાજને ખલેલ પસંદ નથી

Tuesday, Mar 23rd, 2010, 2:41 am [IST]
danik bhaskar
Bhaskar News, Junagadh

ગીરનારનાં જંગલમાંથી નીકળી આવતા સિંહોએ છેલ્લાં ચારેક વર્ષોમાં જૂનાગઢથી ભેંસાણ તરફનાં ગ્રામ્ય વિસ્તારોમાં માનવી ઉપર હુમલો કર્યા છે.
આજે બિલખા તરફનાં વિસ્તારો સપાટામાં આવ્યા. મોટાભાગનાં બનાવો રાત્રે રેવન્યું વિસ્તારોમાં મારણ કર્યા બાદ જંગલમાં પરત જતી વખતે મોડું થાય અને માર્ગમાં માનવીનો ભેટો થાય એ વખતે બન્યાં છે. આજનો બનાવ પણ એ જ રીતે બન્યાનું વન વિભાગનું કહેવું છે. ખાસ કરીને સિંહ-દીપડાની ખાસિયતથી અજાણ વ્યકિતનો તેની સાથે ભેટો થાય ત્યારે આવા બનાવો વધુ બનતા હોય છે. આ અંગે એસીએફ પી.એસ.બાબરીયાએ જણાવ્યું હતું કે, ‘ચોરવાડીનાં બનાવમાં સિંહ રાત્રિનાં સમયે જંગલની બહાર નીકળી આવ્યો હતો.

મારણ કર્યા બાદ તેને જંગલમાં પરત જતાં મોડુ થયું. દિવસ ચઢયા બાદ સીમ વિસ્તારોમાં પણ લોકો ખેતરમાં કામ કરતા હોય. વળી આ લોકો એ બાબતે અજાણ હોય છે કે સિંહ જૉવા મળે તો ટોળામાં ભેગા ન થવાય કે ખોટા દેકારા ન કરાય. કમનસીબે તેઓ એવું જ કરે છે. પરિણામે સિંહ ભડકી ઉઠે છે. તેમાંયે તેને પરત જવાનાં માર્ગ ઉપર કોઈનો ભેટો થાય એટલે તે અચુકપણે માનવીને ઈજા પહોંચાડી બેસે છે.’

જયારે અમુક વનકર્મીઓ નામ ન આપવાની શરતે કહે છે, ‘ચોરવાડીનાં બનાવમાં મારણ કરતા સિંહને જૉવા ગામલોકો તો ઠીક હાઈવે પરથી પસાર થતા ખાનગી વાહન ચાલકો પણ ઉભા રહી ગયા. હજારેક લોકોએ હાકોટા પાડયા. કોઈ કે કાંકરીચાળો કર્યો.

તો અમુક જડસુ લોકોએ તેની પાછળ પોર વ્હીલર દોડાવી હોર્ન વગાડી ભોજન વખતે વિક્ષેપ પાડયો. આ લોકોની સજા નિર્દોષ લોકોને મળી. બાકી સિંહ એટલો શાંતિપ્રિય હોય છે કે, તે ચાલ્યો જતો હોય અને માર્ગમાંથી તમે હટી જાવ તો તમારી સામે નજર સુદ્ધાં ન કરે. ભોજન વખતે વિક્ષેપ માનવી સહન ન કરી શકે તો આતો જંગલનો રાજા છે.’ આવી રીતે જંગલ અને માનવ વસાહતોમાં બનાવો બની જાય છે.

તો વનકર્મીઓ જંગલમાં જ ન જઈ શકે

જંગલમાં રાત-દિવસ ફરજ બજાવતા વનકર્મીઓનો રોજેરોજ સિંહ દીપડાં જેવા પ્રાણીઓ સાથે ભેટો થાય છે. માલધારીઓ પણ ભેંસો ચરાવવા રોજ જંગલમાં જાય છે.’ જૉ આ પ્રાણીઓ માણસમાત્રને જૉઈને હુમલો કરતા હોય તો કોઈ જંગલમાં પ્રવેશી જ ન ખતાં હોત’ એમ પણ વનવિભાગનાં સુત્રોનું કહેવું છે.
source: http://www.divyabhaskar.co.in/2010/03/23/100323024100_lion_does_not_likes_interference.html

No comments: