Thursday, March 25, 2010

મેં બૂમ પાડી એ સાથે...

Tuesday, Mar 23rd, 2010, 2:51 am [IST]
danik bhaskar
Bhaskar News, Junagadh

બિલખા નજીક એક મજૂરની કૂહાડીથી સિંહનું મૃત્યુ થવાની ઘટનાએ ભારે ખળભળાટ મચાવ્યો છે. ગીર અને સોરઠ પંથકમાં સાવજૉ અને મનુષ્યો સહઅસ્તિત્વ માણતા રહ્યાં છે. સ્થાનિક લોકો સાવજને પ્રેમ કરે છે. વારે તહેવારે સાવજૉ દ્વારા માનવીઓ ઉપર હુમલા થવાની ઘટના થતી હોવા છતાં માણસોએ સિંહ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો એવું ભાગ્યે જ બને છે. આ ઘટનામાં પણ સિંહે હુમલો કરતા શ્રમિકે સ્વક્ષણમાં વિંઝેલી કૂહાડીથી સાવજનું મૃત્યુ થયું હતું. એ ઘટનામાં ઘવાયેલા મહમદખાએ વર્ણવેલો ઘટનાક્રમ રૂવાડા ઊભા કરે દે તેવો છે.

સ્વબચાવમાં ડાલામથ્થાને ઢેર કરી દીધો
મહંમદખાંએ હોસ્પિટલનાં બિછાનેથી જણાવ્યું હતું કે, સિંહે પહેલા મારા ભાણેજ અને ભાઈ તરફ આવતો જૉઈ મેં તેમને ચેતવવા રાડ પાડી. જૉ કે, એ વખતે બંને પર સિંહનો પંજૉ પડી ચૂકયો હતો. બાદમાં મારી રાડ સાંભળી સિંહ મારા પર ઘસી આવ્યો. મેં મારી જાતને બચાવવા કુહાડી વીંઝી. જૉ કે, એ વખતે મને એવી ખબર ન હોતી કે તેના અહીં જ રામ રમી જશે.

શિકારની કલમ લાગશે
અધિકારીએ જણાવ્યું હતું કે, આ બનાવમાં આરોપીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનીયમ ૧૯૭૨ની કલમ ૯ મુજબ ગુનો નોંધાયો છે. આ કલમ હેઠળ વધુમાં વધુ છ વર્ષ સુધીની કેદની સજા અને રૂ.૨૫ હજાર સુધીનાં દંડની જૉગવાઈ છે. જૉ કે, સ્વ બચાવમાં સિંહનું મોત થયું હોય કેસ કેવો વળાંક લેશે તેના પર સજાનો આધાર રહેશે.

૮ સિંહોની અવર જવર
ચોરવાડીનાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આશરે આઠેક સિંહોનાં ગૃપની અવર જવર રહે જ છે. આ અંગેની વનતંત્રને જાણ હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું.

એકલો ડાલામથો ટોળું જૉતા વિફર્યો હતો
ઉત્તર ડુંગર રેન્જનાં આર.એફ.ઓ.દીપક પંડયા કહે છે, ‘સિંહ એક જ હતો. અને લોકોનું ટોળું થઈ જતાં તે વિફર્યો. માત્ર દોઢ કલાકના સમય ગાળામાં એક થી દોઢ કલાકનાં સમય ગાળામાં એકથી દોઢ કિમી વિસ્તારમાં તેણે હુમલાઓ કર્યા. જેમાં વનકર્મી ઉપર હુમલાનું અને જયાં તે મરાયો એ સ્થળ વરચે માત્ર ૫૦૦ મીટરનું જ અંતર છે.’ અત્રે નોંધનીય છે કે, ફોરેસ્ટ ગાર્ડ ઘરસંડાએ સિંહણ હોવાનું જયારે ઉપસરપંચે સિંહ હોવાનું જણાવ્યું હતું.
source: http://www.divyabhaskar.co.in/2010/03/23/100323025129_attacker_narrates_his_story.html

No comments: