Tuesday, March 9, 2010

જો પ્રાકૃતિક સંપતિનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તો ગ્લોબલ વોર્મિગથી બચી શકાય

ભાવનગર સમાચાર
આના લેખક છે GSNEWS
સોમવાર, 08 માર્ચ 2010

ગઢડા, તા.૮
આબોહવામાં થતા ફેરફારો અને તેનાથી બચવાના ઉપાયો અંગે ગઢડા જે.સી. કુમારબા મહાવિદ્યાલય ખાતે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.
ગઢડામાં આબોહવામાં ફેરફાર એ વિષય ઉપર એક રસપ્રદ સેમિનાર સંપન્ન થયો

કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા પર્યાવરણના મુદ્દે લોકજાગૃઋત આવે તેવા ઉદ્દેશથી રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વૈચ્છિક સંગઠનો, શૈક્ષણિક સંકૂલો ઉપરાંત અલગ-અલગ સામાજિક જૂથોને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે છે. આ અભિયાનની રાજ્ય સ્તરના સમગ્ર સંકલનની જવાબદારી વિકસત, નહેરૃ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ-અમદાવાદને સોંપવામાં આવી છે. જેમાં આ વખતના અભિયાનનો વિષય હતો 'આબોહવામાં થઇ રહેલા ફેરફારો'

આબોહવામાં થઇ રહેલા ફેરફારો અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે ગઢઢા ખાતે કાર્યશાળાનું આયોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં જાણીતા કર્મશીલ, કેળ વણીકાર અને પર્યાવરણ વિદ્દ ડો.અરૃણભાઇ દવે આબોહવામાં થઇ રહેલા ફેરફારો વિશે સાદી અને સરળ ભાષામાં વિસ્તૃત સમજૂતિ આપી હતી. ગ્લોબલ વોર્મિગનો રામબાણ ઇલાજએ ગાંધીવિચાર છે. દરેક માણસ પ્રાકૃતિક સંપત્તિનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરે અને રોજીંદી જરૃરિયાતો ઘટાડે તો આબોહવામાં થઇ રહેલા ફેરફારોને ઘણાખરા અંશે હળવ બનાવી શકાય એમ તેમણે જણાવ્યુ ંહતું.

આ કાર્યક્રમમાં વિકસત, નહેરૃ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ-અમદાવાદથી વિજયભાઇ કૌશલે હાજરી આપી આબોહવા અને હવામાનમાં શુ તફાવત છે ? તે મુદ્દે વિવિધ દાખલા-દલીલો સાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આબોહવામાં થઇ રહેલા ફેરફારોને નકારાત્મક અસરો અંગે તાજેતરના બનાવો ટાંકી રસપ્રદ વિગતો આપી હતી. જાગ્યા ત્યાંથી સવાર સમજી સૌ વિદ્યાર્થીઓને પર્યાવરણના કાર્યમાં પ્રતિબધ્ધ થવા માટેની હાકલ કરી હતી.
આ કાર્યક્રમ નિમિત્તે મૌસમ પરિવર્તનનો સામનો કરવા પૃથ્વી આપણો સાથ માંગે છે તે વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ડો.અરૃણભાઇ દવે અને વિજયભાઇ કૌશલના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં મહાવિદ્યાલયના બી.આર.એસ. અને એમ.એસ.ડબલ્યુ.ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહભાગી બન્યા હતા.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/58027/153/

No comments: