Tuesday, March 9, 2010

અમદાવાદમાં રોજના ૨૦ ફણસના ફળ વેચાય છે

ગુજરાત સમાચાર પ્લસ
આના લેખક છે GS NEWS
સોમવાર, 08 માર્ચ 2010

ફણસની ઉપેક્ષા એટલી હદે કરાઈ છે કે હવે બારાખડીમાં પણ ફ ફટાકડાંનો ‘ફ’ એમ ભણાવાય છે

પહેલી ચોપડી ભણતાં હતા ત્યારે કક્કો બારાખડીમાં ‘‘ફ’’ ફણસનો ‘‘ફ’’ શીખવાડવામાં આવતું હતું. શિક્ષક ફણસના ચિત્ર પર આંગળી મૂકીને ફ શબ્દ સમજાવવાની કોશિષ કરે અને બાળકો ફ એટલે ફણસ નામનું ફળ કહેવાય તેમ સમજી પણ જાય. પરંતુ આજના બાળકાને ફણસ ફળ છે કે શાક અને તે કેવું લાગે તેનો ખ્યાલ સુદ્ધાં પણ નથી.તેમના માતા પિતાએ પણ કોઇદિવસ ફણસ જ ચાખ્યું ના હોય ત્યારે બાળકોને કઈ રીતે ખબર પડે.

plus-4.gif ફણસ વિશે ગૃહિણી સુરીલી મહેતા કહે છે કે,આ ફળને જોતાં આકર્ષણ લાગતું નથી.લગભગ એક મણનું એક ફળ ફણસનું હોય છે એટલે સ્વાભાવિકપણે સામાન્ય નાનું કુટુંબ આટલું મોટું ફણસ ખરીદવાનું જોખમ લેતું જ નહીં.જો કે ફણસ કાપવા-સમારવા માટે તેલ અને ચપ્પૂ સામે કાટ મેલવું પડતું હોવાથી ગૃહિણીઓ માટે તિરસ્કારનો ભોગ બની ગયું છે. ફણસ એટલી હદે ચિકણું ફળ છે કે એકવાર તેને સમારવા મુકેલો ચપ્પુનો ચીરો ફળમાંથી બહાર કાઢ્યા બાદ કોપરેલ કે તેલ લગાવીને સાફ કરો ત્યારે જ બીજીવાર કામમાં લઇ શકાય છે.

આ ફણસ ઉપયોગી ફળ છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે અને સ્ત્રીઓને પજવતી વિવિધ સમસ્યાઓમાં આશિર્વાદરૂપ ભૂમિકા ભજવે છે.અત્યારના વિવિધ પ્રકારના રોગચાળાના જમાનામાં ફણસ એક માત્ર એવું ફળ છે. જે પકાવવા માટે કોઈ ખાતર કે કેમિકલ ઉપયોગમાં લેવાતા નથી. ફણસ પર કોઈ પણ એગ્રીકલ્ચરલ કે બાગાયત ખાતાએ સંશોધન કર્યું નથી. તે પૂરેપુરૂં આપમેળે ઊગી નીકળતું સંપૂર્ણ પણે કુદરતી ફળ કહી શકાય છે

અમદાવાદના ભદ્ર-લાલદરવાજાથી માર્કેટમાં છેલ્લાં ત્રણ દાયકાથી માત્ર ફણસનો વ્યવસાય કરતો જશોદાબેન કહે છે કે ફણસના ૨૦ કિલોના ફળને કાપી તેમાંથી બીયા અલગ પાડવા ઘણાં અઘરા થઈ પડે છે. પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓને માટે અત્યંત ઉપયોગી હોવાથી ફળ કરતાં રૂા. પાંચથી ઓછા ભાવે અમે મેળવીએ છીએ.

અંગ્રેજીમાં જેકફ્રૂટ હિન્દીમાં ચંપાકલી અને ગુજરાતીમાં ફણસના નામે ઓળખાતા ફળને સુરતમાં વસતા લોકો ચંપાકલી, ચાંપાં એવા નામે ઓળખે છે.

લગભગ પાંચ વર્ષ અગાઊ માત્ર મંગ્લોર, ગોવા, કર્ણાટક, કેરાલા, આંધ્રપ્રદેશ અને ઊત્તરપ્રદેશમાં ફણસ ઊગતું હતું. ફણસની ત્યારબાદ વ્યાપક માંગણી જોઈ કેટલાંક વેપારીઓની દાઢ પણ સળવળતાં તેઓને નવસારી-માઊન્ટ આબુમાં ફણસનું અનુકૂળ વાતાવરણ શોધીને ઉત્પાદન શરૂ કરી દીઘું છે. ફણસ એક ઉપયોગી ફળ હોવાની સાથે સાથે આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘણું જ ગુણકારી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/58027/153/

No comments: