Thursday, March 25, 2010

સિંહની હત્યા કરનાર ત્રણ મજુરોના ૧ દિ’નાં રિમાન્ડ.

જૂનાગઢ,તા.૨૪

સોમવારે સવારે માંડણપરા ગામની સીમમાં સિંહને મોતને ઘાટ ઉતારી દેનાર ત્રણ મજુરોની ધરપકડ બાદ વન વિભાગે એક દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી છે.વનવિભાગના જણાવ્યા પ્રમાણે હત્યામાં કુહાડી સિવાય અન્ય કોઈ હથિયાર વપરાયુ છે કે કેમ તેમજ અન્ય શખ્સોની સંડોવણી છે કે નહી તે દિશામાં તપાસ માટે રિમાન્ડ મેળવાયા છે. સિંહના હુમાલા બાદ મહમદ કરીમ પઠાણે જ કુહાડીના બે પ્રહારો સિંહ પર કર્યા હોવાનું પણ રિમાન્ડ દરમિયાન બહાર આવ્યુ છે. ત્રણે મજુરો અને સિંહ વચ્ચે આશરે સાતેક મિનિટ જેટલા સમય માટે ઝપાઝપી થઈ હોવાનું વન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે. દરમ્યાનમાં બિલખાના સામાજીક કાર્યકરોએ મુખ્ય મંત્રી સમક્ષ પત્ર પાઠવીને રજુઆત કરતા જણાવ્યુ છે કે, ગત તા.ર૧ ની રાત્રે બિલખાની ખાણમાં સિંહે મારણ કર્યુ હોવા વિશે તેમજ આખી રાત સિંહ બિલખાની સીમમાં હોવાની વનવિભાગને જાણ હોવા છતા આ દિશામાં કોઈ પગલા ન લેવાતા સમગ્ર બનાવ બન્યો છે. ત્યારે જવાબદારો સામે કડક પગલા લેવાની માગણી તેઓએ કરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=171556

No comments: