Tuesday, July 2, 2013

ધારી ગીરપૂર્વના પાણિયા રેંજમાં ઇનફાઇટમાં વનરાજનું મોત.


Bhaskar News, Dhari | Jun 17, 2013, 02:31AM IST
ધારી ગીરપુર્વના પાણીયા રેંજના લીલાપાણી નેસ વિસ્તારમાં વનવિભાગને ફેરણા દરમિયાન એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. દોડી આવેલા વનકર્મીઓએ સિંહની સ્થળ પર જ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી હતી. આ સિંહનું મોત ઇનફાઇટમાં થયુ હોવાનું ખુલ્યું છે.

ઇનફાટમાં સિંહના મોતની આ ઘટના પાણીયા રેંજમાં લીલાપાણી નેસ વિસ્તારમાં બની હતી. અહી વનવિભાગના સ્ટાફને ફેરણા દરમિયાન એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

શર્માએ જણાવ્યું હતુ કે ૧૧ થી ૧૨ વર્ષની ઉંમરના આ સિંહને અન્ય સિંહે હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતુ. સિંહને પીઠના અને ગળાના ભાગે દાંત બેસાડી દેતા તેની શ્વાસનળી તુટી જતા તેનુ મોત થયુ હતુ. ડૉ. હિતેષ વામજા દ્વારા સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયુ હતુ.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-lion-died-in-infight-4293802-NOR.html

No comments: