divyabhaskar.com
| Jul 26, 2013, 14:32PM IST
![બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ! બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!](http://i7.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2013/07/25/9248_lion.jpg)
બા..અદબ..બા..મુલાયજા..હોશિયાર..
સિંહ એટલે જંગલનો રાજા. રાજા નીકળે ત્યારે પ્રજાએ ઊભા રહી જ જવું પડે. ગીર જંગલનો રાજા એટલે ગીરનો આ પસાર થાય ત્યારે આજે ય લોકો જયાંનાં ત્યાં ઊભા રહી તેને માન આપે છે. વિસાવદરનાં સાસણ જતાં માર્ગ પર પિયાવા ગામ પાસે વનરાજાની આવી જ અદા લોકોને નિહાળવા મળી હતી.- તસવીર: વિપુલ લાલાણી
જૂનાગઢ સહિત સમગ્ર સોરઠભરમાં મેઘરાજાનાં અપાર હેતથી ગઈકાલ રાતે અને આજે બપોર સુધી અવિરત મેઘધારાથી જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી.ગીરનારનાં જંગલમાં તો છ થી આઠ ઈચ જેટલો વરસાદ ખાબકયો હતો.જયારે જૂનાગઢ, માળિયા, ઊના, વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, વિસાવદર, માંગરોળ, કેશોદ, તાલાલા સહિતમેઘ મહેર જોવા મળી હતી.
ચોમાસાની ભીની અને મદમાતી ઋતુ
ચોમાસાની ભીની અને મદમાતી ઋતુની આ જ ખૂબી છે કે કોઇને કોરાં રહેવા જ ન દે ! મુગ્ધ કન્યા મનમાં સોનેરી સોણલાં સજાવીને જેમ વહાલમને મળવા દોડે તેવી રીતે મલપતી ચાલે આ જળરાશિ લીલીછમ વનરાજી વરચે પોતાનો મારગ કરી ધરાને ભીંજવવા દોડી રહી છે. આ ખૂબસુરત નજારો ગીર જંગલનો છે. એશિયાટિક સિંહનું હોમગ્રાઉન્ડ એવું ગીર અત્યારે સોળે કળાએ ખીલ્યું છે, અને જાણે શોખીનોને લલચાવે છે કે એકવાર આવી તો જુઓ, અમારો વૈભવ માણી તો જુઓ, સ્વર્ગ પણ અમારી પાસે પાણી ભરે!!!
સોરઠમાં સોનુ વરસે છે
જૂનાગઢમાં ૨૪ કલાકમાં પાચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરમાં ગતરાત્રીથી જ મેઘકૃપા અવિરત રહેતા શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા. ગીરના જંગલમાં બે થી છ ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરના કાળવા ચોકમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત ભેસાણમાં સવા ઇંચ, કેશોદમાં સવા ત્રણ ઇંચ, માળીયા (હા.)માં સવા ચાર ઇંચ અને વેરાવળમાં ૩ ઇંચ મેઘકપા વરસી હતી. જિલ્લામાં સચરાચર વરસાદને પગલે અનેક જળાશયો છલોછલ બન્યા હતા. વિસાવદર પાસેનો આંબાજળ ડેમ ઓવરફલો થયો હતો.હિરણ-૨ ડેમ પણ છલકાયો છે. જયારે વેરાવળ પાટણને પાણી પૂરું પાડતા ઉમરેઠી ડેમના ૭ દરવાજા ખોલવામાં આવ્યા હતા.
ગીરજંગલમાં છ ઈંચ ખાબક્યો
સાવજોનાં રહેઠાંણ ગીરનાં જંગલમાં છેલ્લા દસ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યો છે. ગીર જંગલ મઘ્યે આવેલ કમલેશ્વર ડેમ છલકાવાની તૈયારીમાં હોય જંગલમાંથી વહેતા વોંકળા-ઝરણાનાં પાણી ડેમમાં ભળી રહ્યા છે. બુધવારે રાતથી ગુરૂવારે સાંજ સુધીમાં વધુ છ ઇંચ વરસાદ ગીર જંગલમાં વરસ્યો છે. સાર્વત્રિક વરસાદથી ગીરનાં જંગલમાં સર્વત્ર લીલોતરી છવાઇ ગઇ હોય ગીરનું જંગલ સ્વર્ગ સમુ સુંદર બન્યુ છે. કમલેશ્વર ડેમ વિસ્તારમાં હવે વરસાદી રાઉન્ડ થશે એટલે ૪ર.પ ફૂટની ક્ષમતા વાળો કુદરતી રચનાથી બનેલ ડેમ ઓવરફલો થઇ જશે હાલ ડેમમાં ૩૯ ફૂટ પાણી જમા થઇ ચૂકયું છે. ગીરની વનરાજી લીલીછમ બની જતાં આંખોને ઠારે અને જોતા રહી જાય તેવા મનમોહક દ્રશ્યો ગીર જંગલની સુંદરતા વધારી રહ્યા છે.

![બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ! બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!](http://i6.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2013/07/25/8271_thumb.jpg)
ગીરજંગલમાં છ ઈંચ ખાબક્યો
સાવજોનાં રહેઠાંણ ગીરનાં જંગલમાં છેલ્લા દસ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રાા છે. ગીર જંગલ મઘ્યે આવેલ કમલેશ્વર ડેમ છલકાવાની તૈયારીમાં હોય જંગલમાંથી વહેતા વોંકળા-ઝરણાનાં પાણી ડેમમાં ભળી રાા છે. બુધવારે રાતથી ગુરૂવારે સાંજ સુધીમાં વધુ છ ઇંચ વરસાદ ગીર જંગલમાં વરસ્યો છે. સાર્વત્રિક વરસાદથી ગીરનાં જંગલમાં સર્વત્ર લીલોતરી છવાઇ ગઇ હોય ગીરનું જંગલ સ્વર્ગ સમુ સુંદર બન્યુ છે. કમલેશ્વર ડેમ વિસ્તારમાં હવે વરસાદી રાઉન્ડ થશે એટલે ૪ર.પ ફૂટની ક્ષમતા વાળો કુદરતી રચનાથી બનેલ ડેમ ઓવરફલો થઇ જશે હાલ ડેમમાં ૩૯ ફૂટ પાણી જમા થઇ ચૂકયું છે. ગીરની વનરાજી લીલીછમ બની જતાં આંખોને ઠારે અને જોતા રહી જાય તેવા મનમોહક દ્રશ્યો ગીર જંગલની સુંદરતા વધારી રહ્યા છે.
ગીરનારની ગોદમાં વહેતું ઝરણું મન મોહી લે છે.

![બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ! બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!](http://i2.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2013/07/25/4831_1.jpg)
ચોમાસાની ભીની અને મદમાતી ઋતુની આ જ ખૂબી છે કે કોઇને કોરાં રહેવા જ ન દે ! મુગ્ધ કન્યા મનમાં સોનેરી સોણલાં સજાવીને જેમ વહાલમને મળવા દોડે તેવી રીતે મલપતી ચાલે આ જળરાશિ લીલીછમ વનરાજી વરચે પોતાનો મારગ કરી ધરાને ભીંજવવા દોડી રહી છે. આ ખૂબસુરત નજારો ગીર જંગલનો છે. એશિયાટિક સિંહનું હોમગ્રાઉન્ડ એવું ગીર અત્યારે સોળે કળાએ ખીલ્યું છે, અને જાણે શોખીનોને લલચાવે છે કે એકવાર આવી તો જુઓ, અમારો વૈભવ માણી તો જુઓ, સ્વર્ગ પણ અમારી પાસે પાણી ભરે!!!
![બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ! બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!](http://i6.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2013/07/25/4782_2.jpg)
અષાઢ ઉરચારં, મેઘ મલ્હારં, બની બહાર જલધારં
સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા અસલ અષાઢી રંગથી વરસ્યા : જળાશયોમાં નવાં નીર
સમગ્ર સૌરાષ્ટ્ર પર મેઘરાજા અષાઢી વહાલ વરસાવી રહ્યા છે. સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમેર ખુશી છલકાવા લાગી છે. જામનગર જિલ્લાના જામવાડી પંથકમાં ૧૨ ઇંચ વરસાદ વરસતા સમગ્ર પંથક બેટમાં ફેરવાઇ ગયો હતો. બુધવારની રાત અને ગુરુવાર આખો દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧ થી ૭ ઇંચ સુધી વરસાદ વરસી જતાં ધરતીપુત્રો નાચી ઊઠયા છે. સોરઠમાં તો અનરાધાર વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું. ગીરના જંગલમાં સતત ત્રીજા દિવસે ૨ થી ૭ ઇંચ સુધીનો વરસાદ વરસતા ગીરની નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી છે. જળાશયોમાં નવાં નીરની ધીંગી આવક શરૂ થઇ છે. જૂનાગઢ જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભા ગામમાં પણ આભ ફાટયું હોય તેમ મુશળધાર ૭ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક બેટમાં ફેરવાઇ ગયો હતો. રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર અને સુરેન્દ્રનગર એ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક ૩ ઇંચ સુધીનો વરસાદ પડતાં પાક-પાણીનું ચિત્ર ઉજળું બન્યું છે.

![બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ! બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!](http://i9.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2013/07/25/4785_4.jpg)
જૂનાગઢમાં ૨૪ કલાકમાં પાચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરમાં ગતરાત્રીથી જ મેઘકૃપા અવિરત રહેતા શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા. ગીરના જંગલમાં બે થી છ ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરના કાળવા ચોકમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત ભેસાણમાં સવા ઇંચ, કેશોદમાં સવા ત્રણ ઇંચ, માળીયા (હા.)માં સવા ચાર ઇંચ અને વેરાવળમાં ૩ ઇંચ મેઘકપા વરસી હતી. જિલ્લામાં સચરાચર વરસાદને પગલે અનેક જળાશયો છલોછલ બન્યા હતા. વિસાવદર પાસેનો આંબાજળ ડેમ ઓવરફલો થયો હતો.હિરણ-૨ ડેમ પણ છલકાયો છે. જયારે વેરાવળ પાટણને પાણી પૂરું પાડતા ઉમરેઠી ડેમના ૭ દરવાજા ખોલવામાં આવ્યા હતા.
![બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ! બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!](http://i10.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2013/07/25/4783_3.jpg)
સાવજોનાં રહેઠાંણ ગીરનાં જંગલમાં છેલ્લા દસ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યો છે. ગીર જંગલ મઘ્યે આવેલ કમલેશ્વર ડેમ છલકાવાની તૈયારીમાં હોય જંગલમાંથી વહેતા વોંકળા-ઝરણાનાં પાણી ડેમમાં ભળી રહ્યા છે. બુધવારે રાતથી ગુરૂવારે સાંજ સુધીમાં વધુ છ ઇંચ વરસાદ ગીર જંગલમાં વરસ્યો છે. સાર્વત્રિક વરસાદથી ગીરનાં જંગલમાં સર્વત્ર લીલોતરી છવાઇ ગઇ હોય ગીરનું જંગલ સ્વર્ગ સમુ સુંદર બન્યુ છે. કમલેશ્વર ડેમ વિસ્તારમાં હવે વરસાદી રાઉન્ડ થશે એટલે ૪ર.પ ફૂટની ક્ષમતા વાળો કુદરતી રચનાથી બનેલ ડેમ ઓવરફલો થઇ જશે હાલ ડેમમાં ૩૯ ફૂટ પાણી જમા થઇ ચૂકયું છે. ગીરની વનરાજી લીલીછમ બની જતાં આંખોને ઠારે અને જોતા રહી જાય તેવા મનમોહક દ્રશ્યો ગીર જંગલની સુંદરતા વધારી રહ્યા છે.
![બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ! બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!](http://i9.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2013/07/25/9038_lion.jpg)
સિંહ એટલે જંગલનો રાજા. રાજા નીકળે ત્યારે પ્રજાએ ઊભા રહી જ જવું પડે.
તસવીર: વિપુલ લાલાણી
તસવીર: વિપુલ લાલાણી
No comments:
Post a Comment