Friday, November 4, 2011

પ્રાચીનાં સરા ગામે દીપડી પાંજરે પૂરાઇ.

Source: Bhaskar News, Sutrapada | Last Updated 12:27 AM [IST](04/11/2011

સુત્રાપાડાનાં પ્રાચી નજીકનાં સરા ગામેથી દીપડી પાંજરે પૂરાતાં ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.સુત્રાપાડાનાં પ્રાચી નજીકનાં સરા ગામે બે દિવસ પહેલા દીપડીએ એક વાછરડીનું મારણ કરતાં વનવિભાગ દ્વારા ભીખાભાઇ નારણભાઇ ઝાલાની વાડીમાં પાંજરૂ ગોઠવ્યું હતું.

આ દીપડી ગત રાત્રિનાં પાંજરામાં કેદ થઇ જતાં વનવિભાગનાં સ્ટાફ અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દીપડીની ઉમર આશરે ૬ વર્ષની હોવાનું ફોરેસ્ટર એન.એચ.પટેલે જણાવ્યું હતું.

No comments: