Wednesday, November 30, 2011

સાવરકુંડલામાં સાવજે ઝાડ સાથે બાંધેલા બળદનું કર્યું મારણ.

Source: Bhaskar News, Savarkundala   |   Last Updated 6:09 AM [IST](30/11/2011)

સાવરકુંડલા પંથકમાં વસતા સાવજો આજે છેક સાવરકુંડલાના પાદર સુધી પહોંચી ગયા હતા. અહિં વિજ સબ સ્ટેશન નજીકની વાડીમાં ઘુસી સાવજોએ ઝાડ સાથે બાંધેલા બળદનું મારણ કર્યું હતુ. આઅંગે વન તંત્રને જાણ કરાઇ હતી.
સાવજો હવે છેક સાવરકુંડલાના દરવાજે દસ્તક દઇ રહ્યા છે. આજે સાવરકુંડલાના જેસર રોડ પર વજિ સબ સ્ટેશન પાસે આવેલી ભીખાભાઇ પરશોત્તમભાઇ જીયાણીની વાડીમાં સાવજોએ એક બળદનું મારણ કર્યું હતુ. અહિં બળદને લીમડાના ઝાડ નીચે બાંધવામાં આવ્યો હતો. વહેલી સવારે ચારેક વાગ્યાના સુમારે અહિં ચડી આવેલા સાવજે બળદના રામ રમાડી દીધા હતા.
આ ઘટના સાવરકુંડલાથી માત્ર દોઢેક કી.મી.ના અંતરે બની હતી. ઘટના સમયે વાડીમાં કોઇ હાજર ન હતુ. સવારે આજુબાજુના વાડી માલીકોએ આ અંગે વાડી માલીકને જાણ કરી હતી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-hunt-oxe-at-savarkundala-2603411.html

No comments: