Thursday, November 24, 2011

લોકફાળાથી નિર્મીત ‘પક્ષીઘર’નું કામ અધુરૂં.

Source: Bhaskar News, Talala   |   Last Updated 1:35 AM [IST](24/11/2011)
 - તાલાલા પંથકના ધાવા (ગીર)માં સરકારી તંત્રનાં અધિકારીઓની નીતિને લીધે કામ અધુરૂં
- સીડમની યોજનામાં સર્વે કરી આવરી લેવામાં તંત્રનાં ઠાગા ઠૈયાથી લોક રોષ
તાલાલાનાં ધાવા (ગીર) ગામે ગ્રામપંચાયત અને ગ્રામજનોએ પક્ષીઓને આશ્રય, ખોરાક મળી રહે તે હેતુથી અંદાજે પાંચ લાખનાં ખર્ચે ગામમાં ‘જટાયુ પક્ષીઘર’ બનાવેલ છે.
તે પક્ષીઘર હેઠળ સત્સંગ હોલ સહિતનાં કામો બાકી હોય રાજ્ય સરકારે ગ્રામપંચાયતોમાં વિકાસની તંદુરસ્ત હરીફાઇ થાય અને ગામડાઓમાં સારા કામો થાય તે હેતુથી ૧૩માં નાણાપંચમાં સીડમની યોજના હેઠળ ગામડાઓમાં થતી સારી કામગીરીનો સર્વે કરી તે કામોને પુરસ્કાર રકમ આપવાનું નક્કી કરેલ. પરંતુ તાલાલા તાલુકા પંચાયતનાં અધિકારી અને જિલ્લા પંચાયતનાં જવાબદાર અધિકારીઓ ધાવા (ગીર) માં બનેલ પક્ષીઘરનો સર્વે કરવા અવાર - નવાર રજુઆતો બાદ પણ આવતા ન હોય સરકારી તંત્રની બેદરકારીભરી નીતિથી પક્ષીઘરનું અધુરૂ કામ આગળ થઇ શકતુ ન હોય ધાવા (ગીર)નાં ગ્રામજનો અને ગ્રામપંચાયત શાસકો અન્યાય થયાની લાગણી અનુભવે છે.
રાજ્યની તમામ પંચાયતોને સરકારે સીડમ ગ્રાન્ટ આપી હીરફાઇની ભાવના ઉભી કરી સારી કામગીરી કરનાર ગ્રામ પંચાયતને પ્રોત્સાહક પુરસ્કાર આપવાનું નક્કી થયેલ જિલ્લા પંચાયત દ્વારા ધાવા ગામને કેટેગરી - ૨ હેઠળ ૨૦૧૦/૧૧ નાં વર્ષ માટે ૭૫૦૦૦ ની સીડમ ગ્રાન્ટ આપેલ જેમાં ધાવાનાં ગ્રામજનોએ ૪,૬૮,૯૬૮ નો લોકફાળો કરી સાડા પાંચ લાખનાં ખર્ચે પંચાયત પરીસરમાં પક્ષીઘર બનાવેલ જેનાં વહિવટીપણે તલાટી મંત્રી મારફત સમય મર્યાદામાં સરકારમાં મોકલી આપેલ. પરંતુ આજ સુધી જિલ્લા કે તાલુકાનાં જવાબદાર અધિકાીઓ દ્વારા ધાવા ગામમાં બનેલ પક્ષીઘરનો સર્વે કરવામાં આવેલ નથી.
પક્ષીઘર હેઠળ ગામનાં લોકો માટે સત્સંગ ભવનનું કામ કરવાનું બાકી હોય પરંતુ સરકારી તંત્ર થયેલ કામગીરીનું સર્વે કરી ગ્રામપંચાયતને પુરસ્કાર રૂપે રકમ મળે તેમાં ભારે આળસ દાખવતું હોય ધાવા (ગીર) નાં ગ્રામજનોમાં અધિકારીઓની નીતિ સામે ભારે લોકરોષ ઉઠ્યો છે. ધાવા (ગીર) નાં અગ્રણી અને તાલુકા ભાજપ મહામંત્રી વિજય કનેરીયાએ જણાવેલ કે તાલાલા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને અવાર-નવાર મૌખિક રજુઆતો કરવાં છતા ધાવા (ગીર) માં સર્વે થતો ન હોય સરકારીતંત્ર ગ્રામપંચાયતો સાથે રાગદ્વેષથી કામ કરે છે. ધાવા (ગીર) નાં ‘પક્ષીઘર’ નું તાકિદે સર્વે કરવા ગ્રામજનોમાંથી ઉગ્ર લોકમાંગ ઉઠી છે.
‘પક્ષીઘર’ બેનમૂન હોવાનું મંત્રીએ સ્વીકારેલ છે –
ધાવા (ગીર) નાં ગ્રામજનોએ બનાવેલ પક્ષીઘર બેનમૂન હોવાનું પક્ષીઘર નિહાળી સરકારનાં મંત્રી વાસણભાઇ આહીરે સ્વીકારેલ છતાં સરકારીતંત્રને ગ્રામજનોની સારી કામગીરી દેખાતી ન હોય તેમ સર્વે કરવા ઠાગા ઠૈયા કરતા પક્ષીઘરનું અધુરૂ કામ અટકી પડ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-birds-house-works-is-not-completed-which-was-created-by-peoples-contribution-2588399.html?OF5=

No comments: