Wednesday, November 9, 2011

પરિક્રમામાં ઉઘાડી લૂંટ: ભાવિકોમાં કચવાટ.


Source: Bhaskar News, Junagadh | Last Updated 2:34 AM [IST](09/11/2011)
- ચા-પાણી, નાસ્તો, આઇસક્રીમ સહિતની ખાધ ચજિોના મનફાવે તેવા ભાવ વસુલાય છે
પરંપરાગત ગરવા ગિરનારની ગોદમાં યોજાતી પરિક્રમામાં હજારો ધંધાર્થીઓ કમાવા માટે આવે છે. જેમાં ઘણા વેપારીઓ આડેધડ લૂટ ચલાવી રહ્યાં હોવાનું યાત્રાળુઓ સૂર વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને પરિક્રમાના રૂટ પર ચા-પાણી, નાસ્તાના ડબલથી ત્રણ ગણા ભાવ લેવામાં આવે છે.
ગિરનારની લીલી પરિક્રમામાં રાજ્ય અને રાજ્ય બહારનાં લાખો ભાવિકો આવે છે.તેમની સુખાકારી સુવિધા માટે તંત્ર, વનવિભાગ, સામાજિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ પરિક્રમા દરમિયાન ખડા પગે રહે છે. પરિક્રમા કમાવાનું માધ્યમ હોય જિલ્લા અને જિલ્લા બહારથી અનેક લોકો કમાવા આવે છે.
પરિક્રમામાં નાનામાં નાની બે રૂપિયાની વસ્તુથી લઈ મોટી કિંમતની વસ્તુઓનું વેંચાણ થઈ રહ્યું છે.ભવનાથ તળેટીમાં હજારો પાથરણા વાળા વેપાર કરી રહ્યાં છે. તેમજ પરિક્રમા રૂટ ઉપર પણ મોટી સંખ્યામાં વેપારીઓ ચા, પાણી, નાસ્તા, ચોકલેટ, પાન-માવા વગેરેનું વેંચાણ કરી રહ્યાં છે. પરંતુ આમાનાં કેટલાક વેપારીઓ આડેધડ લૂટ ચલાવી રહ્યાં હોવાનું સુર પરિક્રમાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. રાજકોટથી પરિક્રમા કરવામાં આવેલા રસીલાબેન વિનોદભાઈ ગઢીયાએ જણાવ્યું હતું કે, રૂટ ઉપર એક ગ્લાસ પાણીનાં પાંચથી દસ રૂપિયા લેવામાં આવે છે.અને ૧૦૦ ગ્રામ ભજીયાનાં ર૦ થી પણ વધુ રૂપિયા લેવામાં આવી રહ્યા છે.
અમરેલીનાં દક્ષાબેન સુરેશભાઈ દાડમાએ જણાવ્યું હતું કે, નાની પાણીની બોટલના ૩૦ રૂપિયા લેવામાં આવે છે અને આઈસક્રિમના ૫ રૂપિયા છે જેનાં ૧૦ થી પણ વધુ રૂપિયા લેવામાં આવે છે. જયસુખ વિનુભાઈએ જણાવ્યું હતું કે, પરિક્રમામાં પાન-માવાનું વેંચાણ થઈ રહ્યું છે. જેના ૧૫ થી ૨૦ રૂપિયા લેવામાં આવે છે.

સાબુ-પાવડર વાળા પાણીનું વેંચાણ -
અમદાવાદથી પરિક્રમા કરવા આવેલા જસાભાઈ હાજાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, યાત્રાળુ જે નાળા અને ઝરણામાં સ્નાન કરે છે તેમાંથી જ પાણીની બોટલો કેટલાક વેપારીઓ ભરીને વહેંચાણ કરી રહ્યાં છે. જે પાણી સાબુ-સેમ્પુ પાવડર વાળુ હોય છે.

No comments: